ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘વન નેશન, વન ઇલેક્શન’ના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોવિંદ કમિટીએ આપ્યો હતો રિપોર્ટ

  • ‘વન નેશન-વન ઈલેક્શન’ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી કવાયત આગળ વધી

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: ‘વન નેશન-વન ઈલેક્શન’ને ‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. આ અંગે લાંબા સમયથી ચાલી રહેલી કવાયત આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે ભારતમાં “વન નેશન, વન ઇલેક્શન”ની દરખાસ્તને આજે બુધવારે મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે,  પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ માર્ચમાં વન નેશન, વન ઈલેક્શનની શક્યતાઓ પર પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, પ્રથમ પગલા તરીકે, લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ સાથે, સમગ્ર દેશમાં તમામ સ્તરે ચૂંટણી એક નિશ્ચિત સમયગાળામાં જ યોજવામાં આવી શકે છે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ યોજાય છે.

 

32 રાજકીય પક્ષોનું સમર્થન

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં બનેલી સમિતિએ ‘વન નેશન, વન ઇલેક્શન’ના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો અને પ્રતિભાવ આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, કુલ 15 પક્ષોએ જવાબ આપ્યો નથી.

વર્તમાન કાર્યકાળ દરમિયાન જ તેનો અમલ કરાવીશું: અમિત શાહ

અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વવાળી NDA સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન ‘વન નેશન, વન ઇલેક્શન’ લાગુ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવાના અવસરે એક પત્રકાર પરિષદને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, અમે આ સરકારના કાર્યકાળ દરમિયાન ‘વન નેશન, વન ઇલેક્શન’ની વ્યવસ્થા લાગુ કરવાની યોજના બનાવીએ છીએ.” ઉલ્લેખનીય છે કે, ‘વન નેશન, વન ઇલેક્શન’ એ લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા તેના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા મોટા વચનોમાંથી એક છે.

એક સાથે ચૂંટણીથી શું ફાયદો થશે?

  1. ચૂંટણી પાછળ ખર્ચ થતાં કરોડો રૂપિયાની બચત.
  2. વારંવાર ચૂંટણી યોજવામાંથી મુક્તિ.
  3. ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર રહેશે.
  4. આચારસંહિતાની વારંવાર અસર પડે છે.
  5. બ્લેક મની પણ અંકુશમાં આવશે.

આ પણ જૂઓ: હજુપણ બુલડોઝર એક્શન લઈ શકે છે સરકાર, જાણો કેમ સુપ્રીમે આમ કહ્યું

Back to top button