ટ્રેન્ડિંગધર્મ

પુરાણોમાં વર્ણવેલી ભવિષ્યવાણીઓ, જે આજે સાચી પડી રહી છે

HD ન્યૂઝ ડેસ્ક, 1 જુલાઇ : પુરાણોની કુલ સંખ્યા 18 છે, જેમાંથી મોટાભાગના વેદવ્યાસજી દ્વારા લખાયેલા છે. કળિયુગની સેંકડો ભવિષ્યવાણીઓ આજે પુરાણોમાં જોવા મળે છે. આમાંની કેટલીક એવી આગાહીઓ છે જે હાલમાં સાચી પડી રહી હોય તેમ લાગે છે. ચાલો જાણીએ 10 આગાહીઓ વિષે.

1. કળિયુગમાં લોકો જે પણ પૈસા કમાશે તે ઘર બાંધવામાં ખર્ચ થશે. ખૂબ મહેનત કર્યા પછી પણ ઘણા લોકો પાસે પોતાનું ઘર નથી. ઘર બાંધવામાં ધનનો ઉપયોગ થશે, તેથી દાન-પુણ્યનું કામ નહીં થાય અને બુદ્ધિ ધન સંચય કરવામાં વ્યસ્ત રહેશે. બધા પૈસા વપરાશમાં ખલાસ થઈ જશે.

2. કળિયુગમાં ઘણા લોકોનું અકાળ મૃત્યુ થશે. ઘણા લોકો એકસાથે મરી જશે. કળિયુગમાં અકસ્માતોની સંખ્યા વધશે અને માણસો નવા રોગોથી મૃત્યુ પામશે. દુષ્કાળ અને પૂરના કારણે ખેડૂતો આત્મહત્યા કરશે.

3. કળિયુગમાં ભારે ગરમી પછી બધે દુષ્કાળ શરૂ થશે. વરસાદ બંધ થઈ જશે. આગામી સમયમાં ગરમી એટલી વધી જશે કે લોકો સહન કરી શકશે નહીં. પહાડોમાંથી આવતું પાણી, નદીઓ અને તળાવો બધું સુકાઈ જશે. પૃથ્વી કાચબાની પીઠ જેવી કઠણ બની જશે. બધા જીવો ત્રાહિમામ પોકારી જશે.

4. કળિયુગના અંત સમયે, ભારે અને ભયંકર યુદ્ધો, ભારે વરસાદ, પૂર, દુષ્કાળ, ભયંકર તોફાન અને ભારે ગરમી હશે. લોકો પાકનો નાશ કરશે, કપડાંની ચોરી કરશે, પીવાના પાણીનો પુરવઠો પણ ચોરી કરશે. ચોર પોતાના જેવા ચોરોની મિલકત ચોરવા લાગશે. હત્યારાઓની પણ હત્યા થશે. ચોરો જ ચોરને ત્યાં ચોરી કરશે જેથી પ્રજાને ફાયદો થશે. અંતિમ સમયમાં મનુષ્યની ઉંમર મહત્તમ ત્રીસ વર્ષની હશે.

5. કળિયુગમાં લોકો અહંકારી બની જશે. થોડા પૈસા આવતા જ તે અભિમાની બની જશે. જે તેને વિનાશ તરફ દોરી જશે. તમામ માનવીય સંબંધો માત્ર મિલકત સાથે સંબંધિત હશે. ફક્ત ધનિક લોકોનો જ જયજયકર ત હશે. કળિયુગમાં માણસનું મન નબળું પડશે. જે તેના પતનનું કારણ બનશે. આ પતન પામેલ જીવ સંપત્તિ અથવા સત્તાથી પણ રોકાશે નહીં. પરંતુ હરિ નામનો એક નાનકડો શબ્દ, હરિ કીર્તનનો જાપ કરવાથી માનવ જીવનની અધોગતિ અટકશે

6. જ્યારે બધા વેદ ભૂલી અને સંસ્કારોથી વંચિત થઈ જશે, ત્યારે… “સિંધુ કિનારો, ચંદ્રભાગનો દરિયાકાંઠાનો પ્રદેશ, કૌંટીપુરી અને કાશ્મીર પ્રદેશમાં મૉટે ભાગે મ્લેચ્છનું શાસન હશે. જેમના સંસ્કારો બ્રહ્મતેજ કરતાં નીચા હશે. બધા રાજાઓ (રાજકારણીઓ) તેમના આચાર અને વિચારોમાં ભ્રષ્ટ હશે. તે બધા એક જ સમયે જુદા જુદા પ્રાંતો પર શાસન કરશે.” તે બધા જૂઠા, અધાર્મિક હશે. તેઓ નાની નાની બાબતોમાં પણ ક્રોધથી ગુસ્સે થઈ જશે.” ”આ દુષ્ટ લોકો સ્ત્રીઓ, બાળકો, ગાયો અને બ્રાહ્મણોને મારવામાં અચકાશે નહીં. તેઓ હંમેશા બીજાની પત્ની અને પૈસા પડાવી લેવા માટે ઉત્સુક રહેશે. જેટલી જલ્દી તેમનું વર્ચસ્વ વધશે તેટલી જ જલ્દી તેનો અંત પણ આવશે. તેમની શક્તિ અને આયુષ્ય ઓછું હશે. આ રાજાના વેશમાં આ મ્લેચ્છ હશે.

7. મહર્ષિ વ્યાસજીના મતે, કલયુગમાં મનુષ્યોમાં જાતિ અને આશ્રમ સંબંધિત વૃત્તિઓ રહેશે નહીં. વેદોને કોઈ અનુસરશે નહીં. કળિયુગમાં લગ્નને ધર્મ માનવામાં આવશે નહીં. શિષ્યો ગુરુને આધીન નહિ રહે. પુત્રો પણ તેમના ધર્મનું પાલન કરશે નહીં. કોઈ ચોક્કસ કુટુંબમાં કોઈનો જન્મ ભલે ગમે તે રીતે થયો હોય, જે બળવાન હશે તે જ કળિયુગમાં સર્વનો સ્વામી હશે. તમામ જ્ઞાતિના લોકો પોતાની દીકરીઓ વેચીને જીવી જીવન નિર્વાહ કરશે. કળિયુગમાં જે કોઈ કહેશે તે શાસ્ત્ર ગણાશે.

8. પુરાણોમાં લખ્યું છે કે જે પણ વ્યક્તિ, સંસ્થા કે સમાજ વેદોની વિરુદ્ધ વર્તન કરીને ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાને તોડે છે તેનો ભવિષ્યમાં સંપૂર્ણ નાશ થશે. પુરાણકારો માને છે કે જેમ જેમ કળિયુગ આગળ વધશે તેમ વેદ વિરોધી લોકો ભારતની ગાદી પર શાસન કરવા લાગશે. આ એવા લોકો હશે જે લોકો સમક્ષ જૂઠું બોલશે અને એકબીજાની નિંદા કરશે અને જેનો કોઈ ધર્મ નહીં હોય. તે બધા વિધર્મી હશે. આ બધા મળીને ભારતને તોડી નાખશે અને આખરે ભારતને અરાજક ભૂમિ તરીકે છોડી દેશે.

આ પણ વાંચોઃસાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Back to top button