ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં યોજાશે આ કાર્યક્રમ

Text To Speech
  • રવિવારે 19 નવેમ્બરના અમદાવાદમાં ફાઈનલ રમશે
  • આજે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચશે
  • ભારત ત્રીજી વખત વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચ્યું

અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ યોજાશે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમાં કાર્યક્રમમાં પર્ફોર્મ કરનાર કલાકારો આજથી પ્રેક્ટિસ શરૂ કરશે. તથા મોટી સંખ્યામાં VVIP થી લઇ સેલિબ્રેટીઓ કાર્યક્રમમાં આવશે.

આ પણ વાંચો: જામનગર-રાજકોટ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

રવિવારે 19 નવેમ્બરના અમદાવાદમાં ફાઈનલ રમશે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ પહેલાં જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ફાઈનલ મેચ પહેલાં કલોસિંગ સેરેમનીમાં પરફોર્મન્સની તૈયારીઓ માટે ડાન્સર્સ સહિતની ટીમ પહોંચી છે. તેમજ ફાઇનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ યોજાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતની જીત થયા બાદ ભારત રવિવારે 19 નવેમ્બરના અમદાવાદમાં ફાઈનલ રમશે. જ્યારે ફાઈનલની બીજી ટીમ માટે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે જેમાંથી બીજી ટીમ નક્કી થશે. આ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારત પહોંચતાની સાથે જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: વડોદરા: નશામાં ધૂત ડ્રાઈવરે એસટી બસ ચલાવી અને પછી…

આજે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચશે

આજે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચશે. જેના સ્વાગ્ત માટે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડને સેમીફાઈનલમાં 70 રનથી હરાવીને ભારતીય ટીમ વર્લ્ડકપ-2023 ના ફાઈનલમાં પહોંચી છે. જેના સાથે જ ભારત ત્રીજી વખત વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચ્યું છે. આ તરફ અમદાવાદના લોકોમાં પણ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે તૈયારીઓ શરૂ કરી છે. ફાઈનલ મેચમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચી શકે છે. આ માટે VVIP થી લઈ VIP તેમજ ઘણાં સ્ટાર્સ પહોંચી શકે છે. જેના માટે તમામ તૈયારીઓ શરૂ થઈ છે.

Back to top button