અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં થયેલ વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં PI ખાચરની મુશ્કેલી વધી
- મહિલા તબીબે ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી
- મૃતકના બહેનની ફરિયાદને આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
- સંબંધોની બાબતોની નોંધ ડાયરીમાં મળી આવી
અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં થયેલ વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં PI ખાચરની મુશ્કેલી વધી છે. જેમાં સ્યૂસાઇડ નોટના આધારે PI ખાચર સામે અંતે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. PIએ પ્રેમસંબંધમાં દગો આપતા ડિપ્રેશનમાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આવી આંધ્રપ્રદેશથી બદામ કેરી, ભાવ પણ ઓછો
મૃતકના બહેનની ફરિયાદને આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
ક્રાઇમબ્રાંચ કેમ્પસમાં મહિલા તબીબે ઈન્જેક્શન મારી આપઘાત કર્યો હતો. તપાસ દરમિયાનં પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આઠ દિવસ પહેલાં ક્રાઇમબ્રાંચ કેમ્પસમાં ડૉ. વૈશાલી જોષીએ ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી હતી, જેમાં તેણે લખેલી સુસાઇડ નોટમાં આત્મહત્યા માટે પીઆઇ બી.કે. ખાચરને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા અને તેમના સંબંધોની બાબતોની નોંધ ડાયરીમાં મળી આવી હતી. જે ગાયકવાડ હવેલી પોલીસે મૃતકના બહેનની ફરિયાદને આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં, ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
મહિલા તબીબે ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી
ગત 7મી માર્ચના રોજ સાંજના સમયે અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં વૈશાલી જોષી નામની મહિલા તબીબે ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાનં પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે ઇકોનોમીક્સ ઓફેન્સ વિંગના પીઆઈ બી.કે. ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથેસાથે પોલીસને વૈશાલી જોષીની ડાયરી પણ મળી આવી હતી, જેમાં તેણે પીઆઇ ખાચર સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો હતો. જે અંગે પોલીસે મૃતકના પરિવારજનોના, પીજીમાં સાથે રહેતી યુવતીઓના અને હોસ્પિટલના સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા.