ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

  • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે
  • મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે
  • કેવડિયામાં વડાપ્રધાન 160 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

ગાંધીનગર, 29 ઑક્ટોબરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ 30 ઓક્ટોબરે મહેસાણામાં અને  31 ઓક્ટોબરે કેવડિયામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાની જાળવણી અને મજબૂત કરવાની ભાવનાને વધુ વેગ મળે તે હેતુથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય  વડાપ્રધાનના નેતૃત્વમાં લેવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબરનાં રોજ રાષ્ટ્રીય એકતા દિવસનાં કાર્યક્રમમાં સહભાગી થશે અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

વડાપ્રધાન મહેસાણામાં

પીએમ મોદી 30મીને સોમવારે સવારે 10.30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે અને પૂજા કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી 30 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે મહેસાણાના ખેરાલુમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ રાત્રે ગાંધીનગરના રાજભવનમાં રોકાશે. પ્રધાનમંત્રી રેલવે, માર્ગ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે.

જે પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે તેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WFC)નો ન્યૂ ભાંડુ-ન્યૂ સાણંદ (N) સેક્શન સામેલ છે. ઉપરાંત વિરમગામ – સામખિયાળી રેલવે લાઇનનું ડબલિંગ, કાટોસન રોડ-બેચરાજી – મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL સાઈડિંગ) રેલ પરિયોજના વિજાપુર તાલુકા અને મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગ્રામ્ય તળાવોના રિચાર્જ માટેનો પ્રોજેક્ટ, મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વાલાસણા બેરેજ, બનાસકાંઠાના પાલનપુરમાં પીવાના પાણીની વ્યવસ્થા માટેની બે યોજનાઓ અને ધરોઇ ડેમ આધારિત પાલનપુર જીવાદોરી યોજના – હેડ વર્ક (HW) અને 80 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે યોજનાઓનો શિલાન્યાસ કરશે, તેમાં મહીસાગર જિલ્લાનાં સંતરામપુર તાલુકામાં સિંચાઈની સુવિધા પ્રદાન કરવા માટેનો પ્રોજેક્ટ સામેલ છે. નરોડા – દેહગામ- હરસોલ – ધનસુરા રોડ, સાબરકાંઠાને પહોળો કરવો અને તેને મજબૂત બનાવવો. ગાંધીનગર જિલ્લામાં કલોલ નગરપાલિકા સુએઝ અને સેપ્ટેજ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ; અને સિદ્ધપુર, પાલનપુર, બાયડ અને વડનગરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન કેવડિયામાં 

પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર મંગળવારે સવારે 8 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે . તેઓ સવારે 8.15 કલાકે પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન મંગળવારે સવારે 10:25 કલાકે ઈ-બસ અને ઈ-સાયકલને લીલી ઝંડી આપશે. તેઓ શિલાન્યાસ પણ કરશે અને વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તે જ દિવસે સવારે 11.15 વાગ્યે આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.

કેવડિયામાં વડાપ્રધાન 160 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેન સામેલ છે. નર્મદા આરતી માટેનો પ્રોજેક્ટ લાઇવ, કમલમ પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એક વોક-વે, 30 નવી ઇ-બસ, 210 ઇ-સાઇકલ અને મલ્ટીપલ ગોલ્ફ કાર્ટ, એકતા નગર ખાતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના સહકાર ભવન. ઉપરાંત પ્રધાનમંત્રી કેવડિયા ખાતે ટ્રોમા સેન્ટર સાથેની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સોલાર પેનલનું ભૂમિપૂજન પણ કરશે.

વડાપ્રધાન મોદી અગાઉ ગયા મહિને 26-27ના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા થયાની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ આ બે દિવસની મુલાકાત દરમિયાન કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ પણ વાંચો, કેરળ બ્લાસ્ટ બાદ મુંબઈ અને રાજધાની દિલ્હી હાઇ એલર્ટ પર

Back to top button