ટોપ ન્યૂઝનેશનલ

પ્રધાનમંત્રી 30મી એપ્રિલે CM અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદ સંબોધશે

Text To Speech

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી એપ્રિલ, 2022ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે.

આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

સંયુક્ત પરિષદ એ એક્ઝિક્યુટિવ અને ન્યાયતંત્ર માટે ન્યાયની સરળ અને અનુકૂળ ડિલિવરી માટે ફ્રેમવર્ક બનાવવા અને ન્યાય પ્રણાલી સામેના પડકારોને પહોંચી વળવા જરૂરી પગલાંઓની ચર્ચા કરવા માટે એકસાથે આવવાનો પ્રસંગ છે.

વિવિધ પહેલ
અગાઉની આવી કોન્ફરન્સ 2016માં યોજાઈ હતી. ત્યારથી, સરકારે ઈ-કોર્ટ્સ મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ કોર્ટ પ્રક્રિયાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને ડિજિટલ ટેક્નોલોજીના એકીકરણ માટે વિવિધ પહેલ કરી છે.

ભારતના ચીફ જસ્ટિસ, જસ્ટિસ એનવી રમના અને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજુ પણ કોન્ફરન્સને સંબોધશે.

અગાઉ, ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ દેશની વિવિધ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની 39મી કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી.

ખાલી જગ્યાઓના મુદ્દા પર પ્રકાશ પાડતા, CJI રમનાએ કહ્યું, “અમારા સામૂહિક પ્રયાસોને કારણે, અમે એક વર્ષથી ઓછા સમયમાં વિવિધ હાઈકોર્ટમાં 126 ખાલી જગ્યાઓ ભરી શક્યા છીએ.

અમે 50 વધુ નિમણૂકોની અપેક્ષા રાખીએ છીએ. તમારા પૂરા દિલથી સંસ્થા પ્રત્યે સહકાર અને પ્રતિબદ્ધતાના લીધે આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ શકી છે. .”

CJI રમનાએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને વિનંતી કરી કે, હજુ પણ સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે, એ જગ્યાઓ પર નિયુક્તિ માટે આગળ કામગીરી કરવામાં આવે એ આવશ્યક છે. જેના કારણે કોર્ટ્સમાં પડતર કેસોની સંખ્યામાં ઘટાડો કરવામાં સહાયતા મળી રહેશે. તેમણે કહ્યું હતું કે આમ કરવાથી ન્યાયતંત્રની પ્રક્રિયા સરળ થશે અને ન્યાયતંત્ર સામેના પડકારોનો સામનો પણ સારી રીતે કરી શકાય એ માટે મદદ પ્રાપ્ત થઈ શકશે.

પ્રથમ મુખ્ય ન્યાયાધીશોની પરિષદ નવેમ્બર 1953માં યોજાઈ હતી અને આજ સુધીમાં આવી 38 પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લી કોન્ફરન્સ વર્ષ 2016માં યોજાઈ હતી. વાસ્તવમાં, આજે વિજ્ઞાન ભવનમાં યોજાઈ રહેલી આ સંયુક્ત પરિષદ એ એક્ઝિક્યુટિવ અને ન્યાયતંત્ર માટે ન્યાયની સરળ અને અનુકૂળ ડિલિવરી માટે ફ્રેમવર્ક બનાવવા અને ન્યાય પ્રણાલી સામેના પડકારોને પહોંચી વળવા જરૂરી પગલાંઓની ચર્ચા કરવા માટે એકસાથે આવવાનો પણ પ્રસંગ છે.

 

Back to top button