બ્રિટનના પ્રધાનમંત્રીને ચાલતી કારમાં વીડિયો બનાવવો પડ્યો ભારે, પોલીસે કરી કાર્યવાહી
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને દંડ ફટકારવામાં આવ્યો છે. ઋષિ સુનકને વીડિયો શૂટ કરતી વખતે ચાલતી કારમાં સીટબેલ્ટ ન બાંધવા માટે દંડ ફટકારવામાં આવ્યો છે.ઋષિ સુનકે નોર્થ વેસ્ટના પ્રવાસ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે કારમાં સીટ બેલ્ટ પહેર્યો ન હતો. જેથી કરીને પોલીસનું આ બાબતે ધ્યાન જતા ઋષિ સુનકને દંડ કર્યો હતો.
કારમાં સીટ-બેલ્ટ કાઢી વીડિયો બનાવ્યો હતો
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને કારમાં સીટ બેલ્ટ ન બાંધવા પર દંડ કરવામાં આવ્યો છે. ઋષિ સુનક ચાલુ કારમાં પાછલી સીટ પર બેસીને એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો જેમાં જોઈ શકાય છે કે તેમણે સીય બેલ્ટ પહેર્યો નથી. આ વીડિયોને સોશિયલ મીડીયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેથી કરીને કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થતા પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી. જોકે બાદમાં ઋષિ સુનકને તેની ભૂલ સમજાતા તેને પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગી હતી.
પોલીસે કરી કાર્યવાહી
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક ઉત્તર-પશ્ચિમની યાત્રા પર ગયા હતા આ દરમિયાન તમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેમણે કારમાં સીટ બેલ્ટ નહોતી બાંધી. આ વીડિયો પોલીસની અંગે પોલીસને જાણ થતા પોલીસે તેની તપાસ કરી હતી અને તપાસમાં પુષ્ટી થતા ઋષિ સુનકે પોલીસે દંડ ફટકાર્યો હતો.
બીજી વખત કોઈ પ્રધાનમંત્રીએ કર્યું કાયદાનું ઉલ્લંઘન
તમને જણાવી દઈએ કે અગાઉ પણ બ્રિટનમાં પ્રધાનમંત્રી પર કાયદાના ઉલ્લંઘન બદલ દંડ કરવામાં આવ્યો છે. જેમાં સુનકને આ બીજી વખત દંડ કરવામાં આવ્યો છે. આ પહેલા પાછલા વર્ષે તત્કાલિન પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે કોવિડ-19ના નિયમોનું ઉલ્લંખન બદલ દંડ કરવામાં આવ્યો હતો. જોનસન બાદ સુનક આ રીતે કાયદાનું ઉલ્લંઘન કરનારા દેશના બીજા પ્રધાનમંત્રી બની ગયા છે.
આ પણ વાંચો : વધુ એક વખત ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકા, રશિયાથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ