ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ગરમી આવતા લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો

ઠંડી ઘટતા જ લીલા શાકભાજીના ભાવમાં આંશિક વધારો થયો છે. જેમાં ભીંડા, ચોળી, ગવાર, પાપડી અને ગવારના ભાવ કિલોએ રૂ.5થી 20 વધ્યા છે. તથા ચા પત્તીમાં રૂ.40 અને ખાંડમાં કિલોએ રૂ.2નો વધારો થયો છે. તેમજ નામાંકિત કંપનીઓ લોટ રૂ.45 કિલોથી માંડીને રૂ.60 કિલો વેચાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ લોકોને બારેમાસ રાહતદરે સિંગતેલ મળશે

મેથી, પાલક સહિતની ભાજી રૂ.20 થી 30ની કિલો

શિયાળાની કડકડતી ઠંડી ઓછી થતા લીલા શાકભાજીની આવક ઘટી છે. જેના લીધ લીલા શાકભાજીના ભાવોમાં રૂ.5 થી 20 સુધીનો વધારો થયો છે. જો કે, ચા પત્તીમાં રૂ.40 અને ખાંડમાં કિલોએ રૂ.2નો વધારો થયો છે. મરચાં રૂ.30ના કિલો મળી રહ્યા છે. ટામેટાં, ભાજી, વટાણા, તુવેરના ભાવ ઘટી ગયા છે. જ્યારે ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.5 થી 20 સુધીનો વધારો થયો છે. જો કે, ભાજીઓમાં કોથમીર, મેથી, પાલક સહિતની ભાજી રૂ.20 થી 30ની કિલો વેચાય છે.

અમુક શાકભાજીના ભાવ ડબલ વસૂલવામાં આવી રહ્યાં છે

લીલા શાકભાજી, કઠોળ, લીલા રીંગણા, લીલું લસણ, ડુંગળી ઉપરાંત મૂળ શાકભાજી જેમ કે સક્કરીયા અને જાંબલી રતાળુ ફરી સસ્તા થઈ ગયા છે. શાકભાજીનું સેમી હોલસેલ માર્કેટ કાલુપુર અને રાજનગર માર્કેટમાં વેચાણ થતું હતું. આ સેમી હોલસેલ માર્કેટથી ફેરિયાઓ વેચાણ કરવા લઈ જતા હોય છે. જેના લીધે ગૃહિણીઓ સુધી પહોંચતા શાકભાજીના ભાવ ડબલ થતા હોવાનું રાજનગર શાક માર્કેટના વેપારીએ જણાવ્યું છે. મરચાં સહિત મસાલાના ભાવો ઘટી ગયા છે. રાજનગર માર્કેટથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં શાકભાજી જતી હોવાથી કેટલાક શાક માર્કેટમાં અમુક શાકભાજીના ભાવ ડબલ વસૂલવામાં આવી રહ્યાં છે.

કટિંગ ચાના પણ ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો

ખાંડમાં કિલોએ રૂ.2 અને ચા પત્તીના ભાવોમાં પણ રૂ.20નો વધારો થઈ ગયો છે. જ્યારે ચાની કીટલી ઉપર વાપરવામાં આવતી ચા પત્તી રૂ.280 કિલો મળતી હતી હાલમાં રૂ.300 કિલો થઈ ગઈ છે. કીટલી ઉપર વાપરવામાં આવતી ખાંડ રૂ.38 કિલો મળતી હતી તે હાલમાં રૂ.40 કિલો થઈ ગઈ છે. જ્યારે ઘરમાં વાપરવામાં આવતી કંપનીની ચા પત્તી રૂ.510 કિલો મળતી હતી તે હાલમાં રૂ.549 કિલો થઈ ગઈ છે. જેના લીધે કટિંગ ચાના પણ ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

લોટના ભાવો વધવાને લીધે ખાખરાના ભાવમાં પણ વધારો

ઘઉંના લોટના ભાવો વધવાને લીધે ખાખરાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. હાથ બનાવટના ખાખરા પહેલા એક કિલો રૂ.190માં મળતા હતા તે અત્યારે રૂ.210માં મળી રહ્યા છે. મશીન બનાવટના ખાખરા એક કિલો રૂ.180માં મળતા હતા તે અત્યારે રૂ. 190માં મળી રહ્યા છે. મોટાભાગની ગૃહિણીઓ ઘઉનો લોટ લાવવાનું ચાલુ કર્યુ છે. સરકારી ઘઉના લોટના ભાવ રૂ.36 કિલો વેચાણ થઈ રહ્યો છે.જયારે નામાંકિત કંપનીઓ લોટ રૂ.45 કિલો થી માંડીને રૂ.60 કિલો વેચાણ થઈ રહ્યા છે.

Back to top button