તહેવારના સમયમાં CNG અને PNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.એ પહેલા પણ કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરથી કુદરતી ગેસના ભાવમાં પણ 40 ટકાનો વધારો જીકી દિધો હતો, જે બાદ હવે CNG અને PNGના ભાવમાં વધારો કરતા સામાન્ય જનતાને મોટો જટકો લાગ્યો છે. ત્યારે છેલ્લા ચાર મહિનામાં પહેલીવાર CNGની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે PNG (પાઈપ્ડ ગેસ)ના ભાવમાં છેલ્લા બે મહિનામાં પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, દિલ્હીમાં CNGની કિંમત રૂ. 75.61 પ્રતિ કિલોગ્રામથી વધીને રૂ. 78.61 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જ્યારે PNGની કિંમત હવે રાષ્ટ્રીય રાજધાનીમાં 50.59 રૂપિયા પ્રતિ scm (સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર) થી વધીને 53.59 રૂપિયા પ્રતિ scm થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં સીએનજી ગેસનો ભાવ ₹83.9 રૂપિયા ચાલી રહ્યો છે.
માર્ચ મહિનાથી CNGમાં પ્રતિ કિલોએ રૂ. 22.60નો વધારો
7 માર્ચ, 2022 થી દિલ્હીમાં CNGના ભાવમાં 14 વખત પ્રતિ કિલો રૂ. 22.60નો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લી વખત 21 મેના રોજ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ અનુસાર, એપ્રિલ 2021 થી અત્યાર સુધી દિલ્હીમાં CNGની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ 35.21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, જ્યારે પણ દિલ્હીમાં ભાવ વધારો કરવામાં આવે છે, ત્યારે આપો-આપ ગુજરાતમાં પણ સીએનજીના ભાવમાં ફેરફાર કરી દેવામાં આવે છે.
PNGમાં ઓગસ્ટ 2021 થી લઈ SCM દીઠ રૂ. 29.93 વધારો
PNG વિશે વાત કરીએ તો ઓગસ્ટ 2021 થી અત્યાર સુધીમાં, તેની કિંમત દસ ગણી વધી છે. આ સમયગાળા દરમિયાન PNGની કિંમત SCM દીઠ રૂ. 29.93 (લગભગ 91 ટકા) વધારવામાં આવી છે.
આ પણ વાંચો: દશેરા પર સોના-ચાંદી બજારમાં દિવાળીનો માહોલ, ભાવ વધારા છતાં બમ્પર ખરીદી