ગુજરાત

સિંગતેલના ભાવમાં બે દિવસમાં તોતિંગ વધારો, જાણો હવે કેટલામાં પડશે તેલનો ડબ્બો

Text To Speech

વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. એક બાદ એક ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં પણ છેલ્લા કેટલાક દિવસથી સતત વધતો જાય છે. છેલ્લાં બે દિવસમાં રૂ.100નો વધારો થયો છે. માર્કેટ યાર્ડમાં મગફળીની મોટી આવક, વેચવાલી છતાં સિંગતેલના ભાવમાં સતત વઘારો થતો જાય છે. બે દિવસમાં 100 રુપિયાનો વધારો થતા હવે 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 2870 રૂપિયા થઈ ગયો છે.

બે દિસવમાં સિંગતેલના ભાવમાં આટલે વઘારો

સિંગતેલના ભાવમાં છેલ્લા બે દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે. માત્ર 2 દિવસમાં સીંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો ભાવ વધારો થયો છે. સતત બીજા દિવસે સીંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. આમ, છેલ્લા 3 દિવસમાં ડબ્બામાં 130 થી 140 રૂપિયાનો વધારો થયો છે. જેથી સીંગતેલના ડબ્બાનો ભાવ 2820 હતા તે વધીને 2870 થઈ ગયા છે.

સિંગતેલના ભાવ-humdekhengenews

આ કારણે ભાવમાં થયો વધારો

ચીનમાં મોટાપાયે નિકાસ વેપાર થતાં સીંગતેલના ભાવમાં તેજી આવી છે. અને ખાદ્યતેલમાં આયાત ડ્યુટી વધારવા મુદ્દે દેશમાં ઓઇલ મીલોની માગ છે તેના કારણે આગામી સમયમાં ડ્યૂટીમાં વધારો થશે તેવા અહેવાલો છે. જેથી ભાવ વઘારો થવાની શક્યતા છે. તો બીજીબાજુ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ઘટી છે. જેથી ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની અસર બજારમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના પાકનો અંદાજ 28-29 લાખ ટન મુકવામાં આવ્યો છે જ્યારે ગયા વર્ષે પાક 32-33 લાખ ટન હતો. આ ભાવ વધારાનું બીજુ કારણે તે પણ છે કે ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સીંગતેલના મોટા પાયે સોદાઓ થયા હતા જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં તેજી જોવા મળી છે. આ સાથે સતત સિંગતેલની ડિમાન્ડ વધી રહી છે અને ઓઇલ મીલની અંદર મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી તેને કારણે સીંગતેલના ભાવ વધી રહ્યા છે.

આ પણ વાંચો : ઈતિહાસમાં પહેલી વખત મનપા બજેટ દરમિયાન યોજાઇ હલવા સેરેમની, જાણો કયા શહેરમાં શરૂ થઈ પ્રથા ?

Back to top button