અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા, હજુ ભાવ વધશે
- લીંબુની આવક સામે માગ વધી રહી છે. તેને કારણે ભાવ વધારો થયો
- રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 180 રૂપિયા
- ગરમી વધતા લીંબુ ઉપરાંત અનેક ફળના ભાવ પણ આસમાનને
અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમજ હજુ ભાવ વધશે. ઉનાળા પહેલા જ લીંબુના ભાવમાં અચાનક વધારો થયો છે. જેમાં ડબલ સદીના આરે પહોંચ્યો છે. રૂપિયા 40ના લીંબુ રમઝાન શરૂ થતાં જ રૂપિયા 180ના થઈ ગયા છે. ગરમી વધતા લીંબુ ઉપરાંત અનેક ફળના ભાવ પણ આસમાનને આંબશે.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કેમ બેવડી ઋતુનો થઇ રહ્યો છે અનુભવ
રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 180 રૂપિયા
લીંબુના વેપારીઓનું કહેવું છે કે, હાલ લીંબુના ભાવ વધ્યા છે. શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યારે જ લીંબુના ભાવે ડબલ સદીના આરે છે. રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 180 રૂપિયા છે. હજુ થોડાં સમય પહેલાં જ લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. ત્યારે રમજાનનો તહેવાર પહેલા જ 180 રૂપિયાએ ભાવ પહોંચતા લોકોને વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે.
લીંબુની આવક સામે માગ વધી રહી છે. તેને કારણે ભાવ વધારો થયો
રમઝાનના તહેવારમાં લીંબુ અને ફુટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાંનો આગ્રહ મોંઘો પડશે તેમ લાગી રહ્યું છે. કારણ કે, ઉનાળા પહેલા જ સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. લીંબુના વેપારીઓનું કહેવું છે કે, હાલ લીંબુના ભાવ વધ્યા છે. કારણ કે, લીંબુની આવક સામે માગ વધી રહી છે. તેને કારણે ભાવ વધારો થયો છે.