અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં આજે ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ TATની પ્રિલિમ પરીક્ષા યોજાશે, પરીક્ષા માટે 1.14 લાખ ઉમેદવારો નોંધાયા

Text To Speech
  • આજે ચાર જિલ્લામાં ટાટ-એચએસની પરીક્ષા
  • રાજ્યનાં 452 કેન્દ્ર પર હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક માટેની કસોટી
  • પરીક્ષા માટે 1.14 લાખ ઉમેદવાર નોંધાયા

આજે ગુજરાતના ચાર જિલ્લામાં માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટેની TATની પરીક્ષા યોજાઈ રહી છે.ગુજરાત રાજ્યની હાયર સેકન્ડરી સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટેની શિક્ષક અભિરુચિ કસોટી 2023 આજરોજ યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા માટે કુલ 1.14 લાખ ઉમેદવારો નોંધાયા છે. જેને લઈ મોટી સંખ્યામાં કર્ચમારીઓ જુદી જુદી જગ્યાઓ પર મુકવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યની હાયર સેકન્ડરી સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટેની શિક્ષક અભિરુચિ કસોટી 2023 આજે યોજવામાં આવશે. આ પરીક્ષા માટે કુલ 1.14 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના કુલ 452 સેન્ટરોમાં આ પરિત્રા આયોજિત કરાશે. બપોરે 12થી 3 દરમિયાન કુલ 20 વિષયોની આ ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. જે અંતર્ગત કુલ 200 માર્ક્સની ટેસ્ટ રહેશે. જેમાં 100 માર્ક્સની સામાન્ય અભ્યાસને લગતી ટેસ્ટ રહેશે. જ્યારે 100 માર્ક્સની ટેસ્ટ જે તે વિષયની લગતી રહેશે. પ્રત્યેક ટેસ્ટમાં 100-100 પ્રશ્નો પૂછાશે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ ટાટ -2023 પરીક્ષાના આયોજન બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.

5 હજાર જેટલો શૈક્ષણિક-વહીવટી સ્ટાફ શામિલ
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાંચ જિલ્લામાં યોજાનારી હાયર સેકન્ડરી ટાટ-એચએસ-2023 સારા માહોલમાં યોજાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આાવી છે. કુલ 200 માર્કસની આ ટેસ્ટ બપોરે 12થી 3 દરમિયાન યોજવામાં આવશે. ઓએમઆર બેઝ ટેસ્ટ સુનિયોજિત રીતે યોજાય તના નિરીક્ષણ માટે કુલ 4,137 બ્લોક માટે 5 હજાર જેટલો શૈક્ષણિક-વહીવટી સ્ટાફ શામિલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : લો બોલો, ગુજરાતની સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામક નથી

Back to top button