ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં આજથી ધો.10ની પ્રિ-બોર્ડ એક્ઝામનો પ્રારંભ

Text To Speech

અમદાવાદમાં આજથી DEO આયોજિત ધો.10ની પ્રિ-બોર્ડ એક્ઝામનો પ્રારંભ થયો છે. જેમાં ફૂલ આપી વિદ્યાર્થીઓનું મોં મીઠું પણ કરાવાશે. તથા 10 ઝોનના સ્ટ્રોંગ રૂમમાંથી સીલબંધ કવરમાં પેપર પહોંચાડાશે. તેમજ શહેરમાં ધોરણ.10ના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ એક્ઝામનો આજથી પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નવી જંત્રીની અસર, જાણો કેટલા દસ્તાવેજ નોંધાયા અને કેટલા ટોકન ઈસ્યુ થયા

પરીક્ષા કેન્દ્રો પર કોઈ ગેરરીતિ ન થાય તેના માટે સ્ક્વોડ

અમદાવાદ શહેરમાં ધોરણ.10ના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ એક્ઝામનો આજે ગુરૂવારથી પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપી મો મીઠું પણ કરાવવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર કોઈ ગેરરીતિ ન થાય તેના માટે સ્ક્વોડની કુલ 20 ટીમ તૈનાત રહેશે. આ ઉપરાંત શહેરના કુલ 10 ઝોનમાં ઉભા કરેલા સ્ટ્રોગરૂમમાંથી સીલબંધ કવરમાં પેપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં આવશે.

45,563 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

ધોરણ.10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે તે પહેલા જ તેમને પરીક્ષાનો અનુભવ થાય તેના માટે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રિ-બોર્ડ એક્ઝામ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરની 600થી વધુ સ્કૂલમાં ધોરણ.10માં અભ્યાસ કરતાં 48 હજાર જેટલા વિદ્યાર્થીઓમાથી 45,563 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Back to top button