ગુજરાત

અમદાવાદમાં કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદીનો વિવાદ ચેરિટી કમિશનર પાસે પહોંચ્યો

  • 200 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન અને લાખો-કરોડો ભકતોની આસ્થાનું પ્રતીક
  • વર્ષોથી મંદિરમાં જ પ્રસાદ બનાવીને ભક્તોને આપવામાં આવી રહ્યો હતો
  • મંદિરની વર્ષો જૂની ચાલી આવતી પ્રણાલિક અને પરંપરાની વિરૂધ્ધનું પગલું

અમદાવાદમાં કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદીનો વિવાદ ચેરિટી કમિશનર પાસે પહોંચ્યો છે. જેમાં કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદની પ્રથા પુનઃ શરૂ કરવા ઉગ્ર માગ થઇ રહી છે. ચેરિટી કમિશનર સમક્ષ થયેલી અરજીના અનુસંધાનમાં મંદિરના ટ્રસ્ટીઓને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જાણો ક્યારથી ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગે કરી આગાહી 

વર્ષોથી મંદિરમાં જ પ્રસાદ બનાવીને ભક્તોને આપવામાં આવી રહ્યો હતો

વર્ષોથી મંદિરમાં જ પ્રસાદ બનાવીને ભક્તોને આપવામાં આવી રહ્યો હતો. ત્યારે લાખો શ્રાદ્ધાળુ ભકતોની લાગણી દુભાઇ હોવાનો મુદ્દો અરજીમાં ઉઠાવાયો છે. અમદાવાદ શહેરના સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિરમાં પણ હવે પ્રસાદીનો વિવાદ ચેરિટી કમિશનરની કચેરીમાં પહોંચ્યો છે. પ્રાચીન કેમ્પ હનુમાનજી મંદિરમાં કોરોના પહેલાં સરકારની ગાઇડલાઇન મુજબ મંદિરમાં જ પ્રસાદ બનાવી શ્રધ્ધાળુ ભકતોને અપાતો હતો તે પ્રથા બંધ કરી દેવાતાં લાખો શ્રદ્ધાળુ ભકતોની લાગણી દુભાઇ હોવાનો મુદ્દો અરજીમાં ઉઠાવાયો છે. શ્રદ્ધાળુ ભકતોની ધાર્મિક આસ્થાને ધ્યાને લઇ તાત્કાલિક વર્ષો જૂની પરંપરા મુજબ, મંદિરમાં જ બનાવીને પ્રસાદ ભકતોને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ચેરિટી કમિશનરે કેમ્પ હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓને નોટિસ જારી કરી જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં એક દિવસમાં 5 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા

200 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન અને લાખો-કરોડો ભકતોની આસ્થાનું પ્રતીક

શ્રદ્ધાળુ ભકતો તરફ્થી ચેરિટી કમિશનરમાં કરાયેલી અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાનજી મંદિર 200 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન અને લાખો-કરોડો ભકતોની આસ્થાનું પ્રતીક છે. મંદિરમાં કોરોના પહેલા મંદિરમાં દર્શન કરવા આવતા ભકતજનો, દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓને પ્રસાદ માટે જે રોકડ રકમ અર્પણ કરવામાં આવે તેની સામે ભકતોને પ્રસાદ આપવામાં આવતો હતો. જેમાં રૂ.25 આપવાથી નારિયેળ(અડધુ), રૂ.50 આપવાથી અર્ધા નારિયેળ સાથે બે લાડુ, રૂ.100 આપવાથી તે કરતા વધુ લાડુ પણ હોય આ પ્રમાણે પ્રસાદી આપવામાં આવતી હતી. જો કે, 2020માં કોરોના મહામારી દરમ્યાન સરકારની ગાઇડલાઇન મુજબ મંદિર બંધ રખાયુ હતુ અને કોરોનાની અસર નાબૂદ થતાં મંદિર ફરી ચાલુ કરાયું હતું. છેલ્લા ઘણા સમયથી મંદિર પૂર્ણપણે ચાલુ થઇ ગયુ છે અને લાખો ભકતો હાલ દર્શન-પૂજાનો લાભ લઇ રહ્યા છે પરંતુ મંદિર ચાલુ થઇ ગયુ હોવાછતાં ભકતોને પ્રસાદી આપવાનું બંધ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે, લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ 

મંદિરની વર્ષો જૂની ચાલી આવતી પ્રણાલિક અને પરંપરાની વિરૂધ્ધનું પગલું

મંદિરની વર્ષો જૂની ચાલી આવતી પ્રણાલિક અને પરંપરાની વિરૂધ્ધનું પગલું છે, જેના કારણે મંદિરમાં આસ્થા ધરાવતાં ભકતો-દર્શનાર્થીઓની લાગણીને ઠેસ પહોંચી રહી છે. જયારે શ્રધ્ધાળુ ભકતો-દર્શનાર્થીઓ પ્રસાદની માંગણી કરે તો પૈસા પણ સ્વીકારવામાં આવતા નથી કે પ્રસાદ આપવાનો પણ ઇન્કાર કરાય છે. રાજયના તમામ મોટા મંદિરો અંબાજી, બહુચરાજી સહિતના મંદિરોમાં પ્રસાદ આપવાનું ચાલુ કરાયું છે પરંતુ કેમ્પ હનુમાનજી મંદિરમાં પ્રસાદ ચાલુ નહી કરાતાં હાલની અરજી કરવામાં આવી છે. આ અંગે ટ્રસ્ટીમંડળ સમક્ષ વારંવાર રજૂઆત કરાય છે પરંતુ તેઓ પ્રસાદ ચાલુ નહી કરાય તેમ જણાવે છે.

Back to top button