ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચંદ્રયાન-3ના લેન્ડરથી ઊતરેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર આંટાફેરા શરૂ કર્યા, જાણો હવે શું કરશે?

  • વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યુ પ્રજ્ઞાન રોવર
  • લેન્ડરથી ઊતરેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર આંટાફેરા શરૂ કર્યા
  • પાણી-કિંમતી ધાતુઓની માહિતી મોકલશે

ભારતે ગઈકાલે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે.હવે વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવ્યું છે. લગભગ 14 કલાક પછી, ગુરુવારે સવારે સમાચાર આવ્યા કે રોવર પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર આવી ગયું છે અને ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે. આ માહિતી INSPACEના અધ્યક્ષ પવન કે ગોએન્કાએ આપી હતી. ગુરુવારે સવાર સુધી, લગભગ 7 કરોડ લોકોએ ISROની યુટ્યૂબ ચેનલ પર લેન્ડિંગનું ટેલિકાસ્ટ જોયું છે.

રોવર છ પૈંડાવાળો રોબોટ છે
પ્રાપ્ત વિગતો અનુસાર,ચંદ્રયાન-3નું લેન્ડર બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. આ બાદ રોવર પણ બે કલાક અને 26 મિનિટ પછી તેમાંથી બહાર આવ્યું. રોવર છ પૈંડાવાળો રોબોટ છે. તે ચંદ્રની સપાટી પર ચાલશે. તેના પૈડાં પર અશોક સ્તંભની છાપ છે. જેમ જેમ રોવર ચંદ્રની સપાટી પર આગળ વધશે તેમ તેમ અશોક સ્તંભની છાપ છાપતી જશે.આ ઐતિહાસિક લેન્ડિંગના 2-3 કલાક બાદ હવે ચંદ્રયાન 3ના લેન્ડર વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાન બહાર આવ્યું છે. આ સાથે જ ચંદ્રની ધરતી પર જ્યાં આજ સુધી કોઈ દેશ પહોંચી નથી શક્યો, ત્યાં ભારતની જીતના ચિહ્નો છપાશે. આ પહેલા ચંદ્રયાન 3 દ્વારા લેવામાં આવેલા ચંદ્રના ફોટોસ અને ચંદ્રયાન 3નો મેસેજ ઈસરોએ શેર કર્યા હતા.

ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ
ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલાં માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે. પ્રજ્ઞાન રોવરમાં છ પૈડાં છે અને તેનું વજન 26 કિલો છે. તે તેની સોલાર પેનલ ખોલીને ચંદ્રની સપાટી પર ફરી રહ્યું છે. મૂનવોક દરમિયાન રોવરની ઝડપ 1 સેમી/સેકન્ડ છે. આ દરમિયાન, તે નેવિગેશન કેમેરાનો ઉપયોગ કરીને પાણી અને કિંમતી ધાતુઓથી આસપાસની જગ્યાને સ્કેન કરશે અને માહિતી ઈસરોની કમાન્ડ ટીમને મોકલશે.

ચંદ્ર પર ઉતરવામાં 41 દિવસ લાગ્યા હતા
ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી 14 જુલાઈના રોજ 3.35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રની સપાટી પર ઉતરવામાં તેને 41 દિવસ લાગ્યા હતા. પૃથ્વીથી ચંદ્રનું કુલ અંતર 3 લાખ 84 હજાર કિલોમીટર છે.ભારત પહેલાં રશિયા ચંદ્રના સાઉથ પોલ પર લુના-25 ઉતારવાનું હતું. આ લેન્ડિંગ 21 ઓગસ્ટે થવાનું હતું, પરંતુ છેલ્લી ભ્રમણકક્ષા બદલતી વખતે એ ભટકી ગયું અને ચંદ્રની સપાટી પર ક્રેશ થયું.

ઈસરોના ડિરેક્ટરે કહ્યું-14 દિવસ ખૂબ મહત્ત્વના
ઈસરોના ડિરેક્ટર એસ. સોમનાથે કહ્યું- આગામી 14 દિવસ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પ્રજ્ઞાન રોવરને બહાર આવવામાં એક દિવસ પણ લાગી શકે છે. પ્રજ્ઞાન આપણને ચંદ્રના વાતાવરણ વિશે માહિતી આપશે. અમારી પાસે ઘણાં મિશન છે. ટૂંક સમયમાં જ સૂર્ય પર આદિત્ય એલ વન મોકલવામાં આવશે. ગગનયાન પર પણ કામ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે,ચંદ્ર પર પહોંચ્યા પછી ચંદ્રયાન-3એ સંદેશ મોકલ્યો – હું પોતાના લક્ષ્ય પર પહોંચી ગયો છું. દક્ષિણ આફ્રિકાથી દેશવાસીઓને અભિનંદન આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું- હવે ચંદા મામા દૂરના નથી.

આ પણ વાંચો : ચંદ્રયાન-3: ચંદ્રની પ્રથમ તસવીર વિક્રમ લેન્ડર દ્વારા લેવામાં આવી

Back to top button