ટ્રેન્ડિંગફન કોર્નરમનોરંજનવિશેષવીડિયો સ્ટોરી

શૈતાનનું દમદાર ટ્રેલર થયું રિલીઝ, લોકોએ ફિલ્મને ગણાવી સુપર હિટ

મુંબઈ, 22 ફેબ્રુઆરી : અજય દેવગન આ દિવસોમાં તેની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ શૈતાન માટે ખૂબ જ ચર્ચામાં છે. અજય દેવગન અને આર માધવન સ્ટારર ફિલ્મ શૈતાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં અજય તેના પરિવારને દુષ્ટ શક્તિથી બચાવવા માટે પ્રયત્ન કરતો જોવા મળે છે. જે ખૂબ જ દમદાર લાગે છે.

શૈતાનનું પાવરફુલ ટ્રેલર

ટ્રેલરમાં જોઈ શકાય છે કે એક શેતાન બળ જબરીથી અજય દેવગનના ઘરમાં આવે છે અને તેની દીકરી પર કાળો જાદુ કરે છે અને તેને પોતાની કઠપૂતળી બનાવે છે. ફિલ્મમાં શેતાનનું પાત્ર ભજવનાર આર માધવન પોતાની ઉગ્ર સ્ટાઈલથી લોકોને ડરાવતો જોવા મળે છે.

અજય દેવગણ તેની પુત્રી માટે શેતાન શક્તિ સાથે લડ્યો

અજય દેવગન તેની પુત્રીની લાચાર સ્થિતિ જોઈને પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે અને તે શેતાન સાથે લડે છે. હવે એ જોવું રોમાંચક રહેશે કે શું અજય પોતાની દીકરીને શેતાનની ચુંગાલમાંથી બહાર કાઢી શકશે કે પછી શેતાન જીતશે.

લોકોએ ગણાવી સુપર હિટ

ટ્રેલરને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફેન્સ ટ્રેલરની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સ આ ફિલ્મને સુપરહિટ જાહેર કરી ચૂક્યા છે. અજય દેવગનની પોસ્ટ પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. ફેન્સ તેની એક્ટિંગના વખાણ કરતા થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

આ દિવસે થશે ફિલ્મ રિલીઝ

વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મમાં અચ્છાઈ અને બુરાઈ વચ્ચેની લડાઈ જોવા મળશે. ટ્રેલર જોયા બાદ ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ફિલ્મોમાં અજય દેવગન જોવા મળશે

અજય દેવગનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે તે ઘણી ફિલ્મો સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. શૈતાન પછી અજય સ્પોર્ટ્સ ડ્રામા મેદાનમાં પણ જોવા મળશે, જેમાં તે ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 23 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય સુપરસ્ટાર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં પણ જોવા મળશે. આ સાથે જ, તે ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’માં પણ જોવા મળશે, જેમાં તબ્બુ સાથે તેની જોડી ફરી એકવાર પડદા પર જોવા મળશે. અભિનેતા આ વર્ષે ‘રેઈડ 2’ અને ‘સાઢે સાતી’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો : OMG, 300% નું ઇન્ક્રીમેન્ટ? જાણો કઈ કંપનીએ પોતાના કર્મચારીને આપ્યો આટલો વધારો

Back to top button