સંત શ્રી મેકણદાદાના જીવન પર આધારિત ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું
- વર્ષોથી કેટલાય લોકો સંતશ્રી મેકણદાદા પર ફિલ્મ બનાવવાનું વિચારતા હતા, પરંતુ આ માટે મેકણદાદાએ અમને નિમિત્ત બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છેઃ પ્રેમજી લહેરુ
અમદાવાદ, 31 જાન્યુઆરીઃ સિને મેજિક એવોર્ડ દરમિયાન કચ્છના કબીર ગણાતા સંત શ્રી મેકણદાદાના જીવન પર બનનારી ગુજરાતી ફિલ્મની જાહેરાત કરીને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર લોન્ચમાં હસમુખ પટેલ, વિજય જોશી, બી એમ શ્રીમાળી, રાજ વઢિયારી, બિમલ ત્રિવેદી, યામિની જોશી, ગીતા કારિયા જોડાયાં હતાં.
વિશ્વ વંદનીય ગણાતા સંત શ્રી મેકણદાદા પર બની રહેલી ગુજરાતી ફિલ્મની માહિતી આપતા જીનામ ફિલ્મ એન્ડ ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શનના વિજય જોશીએ જણાવ્યું કે પ્રેમજી લહેરુ દ્વારા અપાયેલી માહિતીને લોકોની સામે મુકવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી મેકણદાદાના જીવન વિશે લોકો માહિતગાર થઈ શકે.
વર્ષો બાદ જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યા ખાતે બિરાજમાન થયા છે તો બીજી બાજુ શ્રીરામના ભાઈ લક્ષ્મણ અવતારી સંતશ્રી મેકણદાદા પર ગુજરાતી ફિલ્મ બની રહી છે.
પ્રેમજી લહેરુએ જણાવ્યું કે વર્ષોથી કેટલાય લોકો સંતશ્રી મેકણદાદા પર ફિલ્મ બનાવવાનું વિચારતા હતા, પરંતુ આ માટે મેકણદાદાએ અમને નિમિત્ત બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ જય શાહ ACCના પ્રમુખપદે ત્રીજી ટર્મ માટે સર્વાનુમતે નિયુક્ત