ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ગુજરાત ચૂંટણી 2022 : પાલનપુરમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યની ટિકિટ કપાવાની શક્યતા

Text To Speech

પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને હવે ત્રીજો પક્ષ ‘આપ’ પણ એન્ટ્રી લેવા મથામણ કરી રહ્યો છે. જેને લઈને હવે ત્રિપંખીઓ જંગ આ ચૂંટણીમાં જોવા મળશે. ત્યારે રાજકિય પક્ષઓ દ્વારા ઉમેદવારોની પસંદગીનો દોર શરૂ થઈ ગયો છે.

ભાજપ પક્ષ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, અને પાર્લામેન્ટ્રી બોર્ડ પાસે દાવેદારોના નામ પહોંચ્યા છે. બીજી તરફ કોંગ્રેસ હજુ પરિવર્તન યાત્રામાં વ્યસ્ત છે. દરમિયાન ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હવે ઝડપથી પૂરી કરવી પડે તેવી સ્થિતિ જણાઈ રહી છે.

ગઈ ચૂંટણીમાં ગામડાઓમાં ધારાસભ્ય મહેશ પટેલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા

ત્યાં જ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરની બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય મહેશ પટેલની ટિકિટ કપાવાની શક્યતાઓના સમાચાર સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. જેમાં એવી ચર્ચા એ જોર પકડ્યું છે કે, સ્થાનિક કક્ષાએ તેમનો વિરોધ અને એઆઈસીસીના સર્વેમાં નબળું પરિણામ આવ્યું હોવાના કારણે ટિકિટ કપાવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.

બીજી તરફ 2017 ની ગત વિધાનસભાની ચૂંટણીમાં પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલની વિરુદ્ધમાં આ મત વિસ્તારના કેટલાક ગામડાઓમાં પોસ્ટર લાગ્યા હતા. જે પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા નીકળી હતી ત્યારે તેમની ગેરહાજરીની પણ લોકોએ નોંધ લીધી હતી. આમ હાલમાં જિલ્લામાં કોંગ્રેસના આ ધારાસભ્યની ટિકિટ કપાવવાની શક્યતા હોવાની ભારે ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોને રાજવી પરિવાર દ્વારા 1 લાખની સહાય

Back to top button