ટોપ ન્યૂઝનેશનલ

બંગાળના રાજકારણમાં મોટા ધડાકાની શક્યતા, મુકુલ રોય TMC છોડી BJP માં કરશે પ્રવેશ ?

  • અગાઉ તેઓએ ભાજપ છોડી ટીએમસીમાં પ્રવેશ કર્યો હતો
  • ભાજપમાં તેના પુત્રને ટિકિટ પણ મળી હતી પરંતુ તેઓ હારી ગયા હતા
  • રોય હાલમાં દિલ્હી હોવાની અટકળો, ભાજપ સાથે સંપર્કમાં !!
  • પુત્ર શુભાશુએ અટકળોને ફગાવી દીધી

તૃણમૂલ કોંગ્રેસના નેતા મુકુલ રોયની ભાજપમાં વાપસીની અટકળો ચાલી રહી છે. આ પહેલા મુકુલ રોયના પુત્ર શુભાંશુ રોયે દાવો કર્યો હતો કે તેના પિતા ગુમ થયા છે. પરંતુ થોડા જ કલાકોમાં તે દિલ્હી પહોંચી ગયા હતા. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર મુકુલ રોય ભાજપમાં પરત ફરવા માંગે છે. દિલ્હી પહોંચતા જ મુકલે ભાજપના વરિષ્ઠ નેતા સાથે ફોન પર વાત પણ કરી હતી.

‘પિતા સાથે થઈ રહ્યું છે ગંદું રાજકારણ’

મુકુલ રોયના પુત્ર શુભાંશુનું કહેવું છે કે તેના પિતા માનસિક રીતે પરેશાન છે. મારા પિતા 70 વર્ષના છે અને તેઓ ડિમેન્શિયા અને પાર્કિન્સન સહિત અનેક બીમારીઓથી પીડાય છે. મુકુલના પુત્ર શુભાંશુએ કહ્યું કે તેણે રાજકારણમાંથી સંન્યાસ લઈ લેવો જોઈએ. તે માનસિક રીતે બીમાર છે. તેમને ગંદા રાજકારણમાં ખેંચી લેવામાં આવ્યા છે. ટીએમસી નેતા અભિષેક બેનર્જીની છબી ખરાબ કરવા માટે આવું કરવામાં આવ્યું છે. જો મારા પિતા હવે ભાજપમાં જોડાશે તો તેઓ માનસિક રીતે અસ્થિર સ્થિતિમાં આવું કરશે.

સોમવારે રોય ગુમ થયા હતા

અહેવાલો અનુસાર, મુકુલ રોય સોમવારે સાંજે ઈન્ડિગો ફ્લાઇટ (6E-898) દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. ફ્લાઇટ સોમવારે રાત્રે જ 9:55 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થવાની હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પત્નીના મૃત્યુ બાદ લાંબા સમયથી બીમાર રહેલા રોયને તાજેતરમાં ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુકુલ રોય ભાજપમાંથી ટીએમસીમાં આવ્યા હતા

પશ્ચિમ બંગાળમાં ભાજપની ચૂંટણી હાર્યા બાદ પાર્ટીના નેતા મુકુલ રોય તેમના પુત્ર શુભાંશુ સાથે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ મમતા બેનર્જી, સાંસદ અભિષેક બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા. જ્યારે મુકુલ રોય ટીએમસીમાં જોડાયા ત્યારે મમતાએ કહ્યું હતું કે ભાજપમાં ખૂબ શોષણ છે. લોકો માટે ત્યાં રહેવું મુશ્કેલ છે. ભાજપ સામાન્ય લોકોની પાર્ટી નથી. મમતાએ કહ્યું કે મુકુલ ઘરનો છોકરો છે. તે પાછો ફર્યો છે. મુકુલ સાથે મારો કોઈ મતભેદ નથી. સીએમ મમતાએ કહ્યું હતું કે જેમણે ટીએમસી સાથે દગો કર્યો છે, તેમને પાર્ટીમાં નહીં લે. અન્ય લોકો પાર્ટીમાં આવી શકે છે.

કોણ છે TMC નેતા મુકુલ રોય?

ટીએમસીએ મુકુલ રોયને પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં 6 વર્ષ માટે હાંકી કાઢ્યા હતા. TMCમાં મુકુલ રોયનું કદ મમતા બેનર્જી પછી બીજા ક્રમે હતું. જ્યારે તેમણે ટીએમસી છોડી, તેઓ ભાજપમાં જોડાયા, તેઓ 1998 થી બંગાળની રાજનીતિમાં છે. નારદા સ્ટિંગ કેસમાં મુકુલ રોયનું નામ પણ સામે આવ્યું હતું. મુકુલ રોય તેમની કારકિર્દીની શરૂઆતમાં યુથ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ તે સમયગાળા દરમિયાન યુથ કોંગ્રેસમાં હતા. ત્યારથી મુકુલ અને મમતા વચ્ચે રાજકીય નિકટતા વધી હતી. પિતાના પગલે તેમના પુત્ર સુભ્રાંશુ રોય પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપે સુભ્રાંશુને ટિકિટ પણ આપી હતી, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.

Back to top button