ખૂબ લોકપ્રિય બનેલો મલ્ટીગ્રેન લોટ નુકશાન પણ કરી શકે છે, જાણો કારણો
- મલ્ટીગ્રેન લોટ આજકાલ ખુબ જ પ્રખ્યાત બન્યો છે
- તમે હેલ્ધી સમજીને તે લોટ ખાતા હોય તો જસ્ટ વેઈટ!
- દરેક અનાજનો પચવાનો સમય હોય છે અલગ અલગ
હેલ્ધી રહેવા અને વેઈટ લોસ માટે હવે લોકો ઘઉંની રોટલી ખાવાનું છોડી રહ્યા છે. તેના વિકલ્પ તરીકે લોકો મલ્ટીગ્રેન આટાનો ઉપયોગ કરે છે. મલ્ટીગ્રેન લોટ એટલે કે અનેક અનાજ મિક્સ કરીને તૈયાર કરવામાં આવતો લોટ. તેમાં કિનોઆ, બાજરી, જુવારથી લઈને જવ અને બ્રાઉન રાઈસ સુધી મિક્સ કરેલું હોય છે. ઘણી વખત મલ્ટીગ્રેન લોટમાં ફ્લેક્સ સીડ્સ, સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ પણ મિક્સ કરેલા હોય છે. જો તમે આ પ્રકારના લોટને મિક્સ હેલ્ધી સમજીને ખાતા હો તો જાણી લો તે શરીરને કેવી રીતે નુકશાન કરી શકે છે.
મલ્ટીગ્રેન આટાના આ રહ્યા નુકશાન
પાચન સાથે જોડાયેલી સમસ્યા
ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે મલ્ટીગ્રેન લોટમાં અનેક પ્રકારના અનાજ અને બીજને મિક્સ કરવામાં આવે છે. તે ઘણા લોકો માટે પચાવવું અઘરું હોય છે. દરેક અનાજનો પચવાનો અને ખાવાનો સમય અલગ હોય છે. જો તમે આ બધું એક સાથે ખાવ છો તો ડાઈજેસ્ટ થવામાં સમય લાગે છે. તેનાથી બ્લોટિંગ, પેટનો દુખાવો, ગેસ અને કોન્સિટપેશનની સમસ્યા થઈ શકે છે.
પૂરો ફાયદો મળતો નથી
મલ્ટીગ્રેન લોટ ખાવાથી તમામ અનાજનો પૂરો ફાયદો મળતો નથી. જ્યારે અનાજ યોગ્ય રીતે પચશે જ નહિ તો બોડીજરુરી ન્યુટ્રિશનને એબ્સોર્બ નહિ કરી શકે. ખાવાનું એવું હોવું જોઈએ કે સરળતાથી પચી જાય અને તેના જરુરી તમામ પોષક તત્વો સરળતાથી શરીરમાં એબ્ઝોર્બ થઈ જાય.
થઈ શકે છે કબજિયાત
કેટલાક લોકોને મલ્ટીગ્રેન લોટ ખાવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. પાચનમાં સમય લાગવાના કારણે તે આંતરડામાં જ રહી જાય છે. આ કારણે તે કબજિયાતની સમસ્યા ઉભી કરી શકે છે.
પોર્શન કન્ટ્રોલની સમસ્યા
મલ્ટીગ્રેન લોટમાં ઘણી વખત અનેક અનાજના કારણે કેલરીની માત્રા વધુ હોય છે. જો તમે તેને વિચારીને નહીં ખાવ અને પોર્શન કન્ટ્રોલ નહીં કરો તો તમે કેલરી ઈનટેક વધારી દેશો. તે તમારી વેઈટ લોસ જર્નીમાં રુકાવટ બની શકે છે.
યોગ્ય માત્રામાં પોષક તત્વો મળતા નથી
જુવાર, બાજરી, કિનોઆ, ફ્લેક્સ સીડ્સ, પમ્પકિન સીડ્સ દરેક વસ્તુમાં પોષક તત્વોની માત્રા અલગ અલગ હોય છે. જ્યારે તમે તે બધું સાથે ખાવ છો ત્યારે જરુરી નથી કે તમને તમામ ન્યુટ્રિશન મળી જાય. પોષક તત્વોના ઈમ્બેલેન્સના કારણે કેટલાક પોષક તત્વોની કમી પણ થઈ શકે છે.
શું છે અનાજ ખાવાનો સાચો સમય?
દરેક અનાજ ખાવા માટે ન્યુટ્રિશનિસ્ટ અલગ અલગ સમય જણાવે છે. જવ બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે છે. બ્રાઈન રાઈસ લંચ માટે પરફેક્ટ છે. રાજગરાને ડિનરમાં ખાઈ શકાય છે. સાથે દરેક દિવસે અલગ અલગ અનાજ પણ ખાઈ શકાય છે. પંપકિન સીડ્સ, ફ્લેક્સ સીડ્સ અને સનફ્લાવર સીડ્સને સ્નેક્સમાં ખાઈ શકાય છે.
આ પણ વાંચોઃ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં 5 સ્માર્ટફોન લોન્ચ થશે, નવો ખરીદતા પહેલા આ વાંચો