ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આગામી 5 વર્ષ સુધી ગરીબોને મફત રાશન મળતું રહેશે: PM મોદી

Text To Speech
  • PM મોદીએ આજે ​​મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને આગામી પાંચ વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે.

મધ્યપ્રદેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં આજે ચૂંટણી પ્રચાર દરમિયાન મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને આગામી પાંચ વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે. તેમની જાહેરાતથી દેશના 80 કરોડથી વધુ લોકોને આ યોજનાનો આગામી પાંચ વર્ષ સુધી લાભ થશે.

જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “મેં નક્કી કર્યું છે કે દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપવાની યોજનાને ફરી ભાજપ સરકાર આગામી 5 વર્ષ સુધી લંબાવશે. તમારો પ્રેમ અને આશીર્વાદ મને હંમેશા પવિત્ર નિર્ણય કરવા માટે શક્તિ આપે છે.”

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ નાગરિકોને પાંચ કિલો ઘઉં અથવા ચોખા મફતમાં મળે છે. તેની જાહેરાત 30 જૂન 2020 ના રોજ કરવામાં આવી હતી. આ યોજના સમયાંતરે લંબાવવામાં આવી છે. સરકારે અગાઉ તેને ડિસેમ્બર 2023 સુધી લંબાવી હતી. હવે ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ તેને આગામી પાંચ વર્ષ સુધી અમલમાં રાખવાની વાત કરી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શું છે?

કોરોના સમયમાં સરકાર દ્વારા ગરીબ લોકોને કોરોના વાયરસ સામે ઘરે રહીને લડવામાં મદદ મળી રહે અને તેમને દિવસના બે ટાઈમ જમવા માટે બહાર ન જવું પડે એ માટે મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરુ કરવામાં આવી હતી. જેમાં રુ 1.70 લાખ કરોડના રાહત પેકેજની 2020માં જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને આજે PM મોદી દ્વારા ફરી આગામી 5 વર્ષ સુધી લંબાવામાં આવી છે. જેનો લાભ દેશના 80 કરોડથી વધુ લોકોને લાભ મળશે.

આ પણ વાંચો: રામ મંદિરના ઉદ્ઘાટનમાં નથી જઈ શકાય એમ? નિરાશ ન થાઓ, RSS ‘આખા દેશને અયોધ્યા’ બનાવશે

 

Back to top button