ટ્રેન્ડિંગનેશનલ

પોલીસે હાઈવે પર કાર રોકી, તેમાં રહેલા મીઠાઈના પેકેટ ચેક કર્યા અને…

  • યમુના એક્સપ્રેસ વે પર પોલીસે SUVને રોકીને તપાસ કરી તો સ્તબ્ધ રહી ગઈ 

મથુરા, 23 ઓકટોબર: UPના મથુરામાં ચેકિંગ દરમિયાન જ્યારે પોલીસે એક SUVને રોકીને તેની તલાશી લીધી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. કારની અંદર મીઠાઈના સાત બોક્સમાં 12 કિલો 387 ગ્રામ સોનાના દાગીના છુપાવીને લઈ જવામાં આવી રહ્યા હતા. જેની અંદાજિત કિંમત 10 કરોડ રૂપિયાની આસપાસ છે. દિલ્હીનો વિવેક નામનો એક બુલિયન બિઝનેસમેન તેના પાર્ટનર સાથે આ જ્વેલરી દેવરિયા લઈ રહ્યો હતો. પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. રાત્રે 12 વાગ્યે માંટ પોલીસ ટોલ પ્લાઝા પર ચેકિંગ કરી રહી હતી ત્યારે પોલીસે નોઈડા તરફથી આવતી વિવેકની કારને રોકી. કારની અંદર મીઠાઈના બોક્સ હતા, જેને ખોલતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ.

મીઠાઈની પેટીઓમાંથી સોનાનો ખજાનો!

આ સમગ્ર મામલો મથુરાના માંટ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં યમુના એક્સપ્રેસ વેના માંટ ટોલ પ્લાઝા પર પોલીસ અને GST ફ્લાઈંગ સ્કવોડની સંયુક્ત તપાસમાં સોમવારે મોડી સાંજે એક કારમાંથી 12 કિલોથી વધુ સોનું મળી આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સોનાના દાગીના સ્વીટ બોક્સમાં રાખવામાં આવ્યા હતા અને તેનું વજન 12.387 કિલોગ્રામ હતું. આસિસ્ટન્ટ કમિશનર (GST) કરતાર સિંહે મંગળવારે જણાવ્યું કે, સોનાના દાગીના લઈ જનાર બે વ્યક્તિઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં. આ જ્વેલરી કારની સાથે જપ્ત કરવામાં આવી અને કારના ડ્રાઈવર વિવેક ગુપ્તાને નોટિસ આપવામાં આવી. આ બંને વ્યક્તિને ત્રણ દિવસમાં જ્વેલરીની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે.

જ્વેલરી દિલ્હીથી દેવરિયા લઈ જવામાં આવી રહી હતી

દિલ્હીના શકરપુરના રહેવાસી વિવેક ગુપ્તા બુલિયન બિઝનેસમેન છે. તેમના સંબંધીઓ પણ દેવરિયામાં બુલિયન તરીકે કામ કરે છે. સોમવારે રાત્રે તે બિહારના સિવાન જિલ્લાના રહેવાસી મિત્ર રમેશ સાથે સોનાના દાગીના લઈને કારમાં દેવરિયા જઈ રહ્યો હતો. માંટ પોલીસ રાત્રે 12 વાગ્યે ટોલ પ્લાઝા પર ચેકિંગ કરી રહી હતી. નોઈડા તરફથી આવી રહેલી આ કારને પોલીસે રોકી હતી. આ કારની અંદર મીઠાઈના બોક્સ હતા. પોલીસે તેને ખોલતાં અંદરથી સોનાના દાગીના મળી આવ્યા હતા.

પોલીસે તેમના કબજામાંથી સાડા બાર કિલો સોનાના દાગીના જપ્ત કર્યા હતા. આટલા મોટા જથ્થામાં ઘરેણાં મળવાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કારમાં બેઠેલા બંને લોકોને આ અંગે પૂછપરછ કરી હતી પરંતુ તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આવી સ્થિતિમાં પોલીસે આ અંગે GST વિભાગને જાણ કરી હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

આ પણ જૂઓ: સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, છતાં કરી રહ્યા છે લોકો ખરીદીઃ ચાંદી થઈ લાખને પાર

Back to top button