ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરત: પત્નીને HIV ઇન્જેકશન આપવાના કેસમાં પતિનો ચોકાવનારો ખુલાશો,કહ્યું..

Text To Speech

સુરતમાં રાંદેર વિસ્તારમાં HIV પોઝિટીવ લોહીનું ઇન્જેક્શન મારનાર યુવકના પોલિસે બે દિવસના રિમાન્ડ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આ મામલે પુછતાછ દરમિયાન આરોપીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં આરોપીએ પોતે ક્રાઈમ પેટ્રોલ સિરીયલો જોઈને પત્નીને HIVનું ઈન્જેક્શન આપવાનો આઈડિયા આવ્યો હોવાની કબૂલાત કરી છે.

HIV પોઝિટીવ લોહીનું ઇન્જેક્શન માર્યુ

સુરતમાં રાંદેર વિસ્તારમાં HIV પોઝિટીવ લોહીનું ઇન્જેક્શન મારતા પૂર્વ પત્નીને બેભાન થઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. બાદમાં પત્ની ભાનમાં આવતા પતિએ લોહીનું ઇન્જેક્શન માર્યુ હોવાનું જણાવ્યુ હતુ અને પતિનું કાવતરૂ છતુ થઈ ગયુ હતુ. પતિની પૂછપરછ કરતા તેણે HIV પોઝિટીવ લોહીનું ઇન્જેક્શન માર્યુ હોવાનું સ્વીકાર્યુ. હાલ રાંદેર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ પુછતાછ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતીઓ સાચવજો!, કાતિલ ઠંડીમાં હૃદયરોગના હુમલામાં થઈ રહ્યો છે વધારો

પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારો ઘટસ્ફોટ

સુરતના રાંદેર વિસ્તારમાં પતિએ પૂર્વ પત્નીને ફરવા લઇ જઈ HIVનું ચેપગ્રસ્ત ઇન્જેક્શન મારવાના ગુનાના ઝડપાયેલા પતિને રાંદેર પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે, ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં આરોપીએ પોતે ક્રાઈમની સિરીયલો જોઈને પત્નીને HIVનું ઈન્જેક્શન આપવાનો આઈડિયા આવ્યો હોવાની કબૂલાત કરી છે.

બે મહિના પહેલા જ કોર્ટમાંથી છૂટાછેડા લીધા હતા

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી મહિલાએ 15 વર્ષ અગાઉ રાંદેર- મોટી ભાગળ વિસ્તારમાં રહેલા શંકર કામલે સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. જો કે પતિ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને ત્રાસ આપતો હોવાથી મહિલાએ બે મહિના પહેલા જ કોર્ટમાંથી છૂટાછેડા લીધા હતા. જે બાદ મહિલા પોતાના બાળકો સાથે માતાના ઘરે રહેતી હતી.

Back to top button