ટ્રેન્ડિંગનેશનલ

પૂરપાટ ઝડપે આવતી SUVએ ટક્કર મારતાં પોલીસ અધિકારી હવામાં ફંગોળાયા

Text To Speech

દિલ્હી: એક પૂરપાટ ઝડપે દોડી આવતી SUV દિલ્હી પોલીસના કોન્સ્ટેબલને ટક્કર મારીને હવામાં દૂર સુધી ઉછાળ્યો હતો. આ ઘટના 24 ઑક્ટોબરે લગભગ રાતે 1 વાગ્યાની આસપાસ બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કોન્સ્ટેબલ કનોટ પ્લેસ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન એક કારની પાસે ઊભેલો જોઈ શકાય છે, જ્યારે એક ઝડપી SUVએ આગળ આવતાં ટક્કર મારી હતી. અથડામણને કારણે કોન્સ્ટેબલ હવામાં કેટલાય ફૂટ ઉછળ્યો હતો. બાદમાં પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. દરમિયાન સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓ દ્વારા પીછો કર્યા પછી SUVના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસને ટાંકીને ન્યૂઝ એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર CCTV ફૂટેજ શેર કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલને કનોટ પ્લેસ વિસ્તારમાં SUVએ ટક્કર મારી હતી જેના કારણે તે હવામાં ફંગોળાયો હતો. આ ઘટના 24-25 ઓક્ટોબરની વચ્ચેની રાત્રે બની હતી. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ, દ્વારકાના બાબા હરિદાસ નગરમાં એક પિકઅપ વેને દિલ્હી પોલીસના વાહનને ટક્કર મારી હતી, જેના પરિણામે 41 વર્ષીય હોમગાર્ડનું મૃત્યુ થયું હતું અને સબ-ઇન્સ્પેક્ટરને ઇજાઓ પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે 22 અને 23 ઓક્ટોબરની રાત્રે સબ ઈન્સ્પેક્ટર મહેશ કુમાર અને હોમગાર્ડ ધરમપાલ ડ્યૂટી પર હતા. તેમણે જણાવ્યું કે નજફગઢ-બહાદુરગઢ રોડ પર એક પીકઅપ વેને તેમના વાહનને ટક્કર મારી હતી. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ધરમપાલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે મહેશને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં ભાજપના મહિલા નેતા માટે કાર-ટ્રક વચ્ચેનો અકસ્માત જીવલેણ સાબિત થયો

Back to top button