ગુજરાતટોપ ન્યૂઝ

પોલીસ જ પોલીસની જાસૂસ, કયા સુધી ચાલશે આ સિલસિલો!

રાજકોટ જિલ્લાના જેતપુરમાં બુટલેગરોને માહિતી આપનાર ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. જેતપુરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. એક મહિના અગાઉ જેતપુરના નવાગઢ વિસ્તારના પાદર નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા એ કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા. જગદીશ મકવાણા અને નીલેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. આ ત્રણેય પોલીસકર્મી બુટલેગરોને રેડની માહિતી આપતા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં આ વિસ્તારમાંથી 25 લાખથી વધુના દાગીનાની લૂંટ, જાણો સમગ્ર ધટના

પોલીસ - Humdekhengenews
સસ્પેન્ડેડ પોલીસ કર્મી ઘનુભા

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભરૂચ પોલીસમાં પણ જાસૂસી કંદનો મોટો પર્દાફાશ થયો હતો જેમાં બે પોલીસકર્મી પણ બુટલેગરોને રેડની માહિતી આપતા હતા. જ્યારથી સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયએ ગુજરતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ પર તવાઈ કરી છે ત્યારે પોલીસ વિભાગના જ કેટલાક આવા કર્મીઓ ખુદ પોલીસની જ બાતમી બુટલેગરોને વહેચતા ફરે છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલે આખરે ફરિયાદ નોંધાઈ
પોલીસ - Humdekhengenewsથોડા દિવસ અગાઉ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરીને દારૂનો મતો જથ્થો પકડી પડ્યો હતો અને માધુપુરા પોલીસ મથકની બેદરકારીને ખુલ્લી પાડી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલ છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાં રેડ કરીને દારૂ અને જુગારના અડ્ડાઓને પકડી પડ્યા છે ત્યારે કેટલી જગ્યા આમાં એવી પણ છે કે આ અડ્ડાઓ પોલીસ મથકના 4 કે 5 કિમી ના વિસ્તારમાંથી પણ પકડવામાં આવ્યા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી રેડમાં કેટલાય પોલીસ મથકની બેદરકારી સામે આવી છે. એટલે જ ક્યાંક પોલીસ વિભાગમાં આ જાસૂસી કાંડ પણ વધી રહ્યું છે.પોલીસ - Humdekhengenewsગુજરાત રાજ્યના લાંચ રિશ્વત બ્યુરો દ્વારા ગયા વર્ષ દરમિયાન લાંચ લેતા પકડાયેલા અને થયેલા કેસ ની માહિતી જાહેર કરવામાં આવી હતી ત્યારે તેમા ગૃહ વિભાગમાં સૌથી વધુ લાંચ લેવાતી હોવાનું સામે આવ્યું હતું. તેમા પણ સૌથી વધુ કેસો વચેટિયાઓ સામે નોંધવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : જાસૂસી કાંડ ના કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી એક જ ટેબલ પર, કોની દયા ?
પોલીસ - Humdekhengenews સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યની રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતી બોર્ડર પર પોલીસ ખાતાના સૌથી વધુ વચેટિયાઓ કામ કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો આ બંને બોર્ડર પરથી મોટાપાયે દારૂની અવરજવર આ વચેટિયા મારફતે થતી હોય છે. વચેટિયાઓને મોંઘીદાટ ગાડીઓની સુવિધા પણ આપવામાં આવે છે જેને લઈ આ કામ ને અંજામ અપાય છે.

જે રીતે હાલ ભરૂચનો જાસૂસી કાંડ સામે આવ્યો છે તે જ રીતે વિજલન્સ ટીમની પણ દેખરેખ રખાતી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળેલ છે.પોલીસ - Humdekhengenews અગાઉ મેઘરજ બોર્ડર પરથી પણ અમદાવાદના એક પોલીસ કર્મી દારૂની હેરફેર કરતાં ઝડપાયો હતો. મેઘરજ બોર્ડરની વાત કરીએ તો ત્યા મેઘરજ અને રાજસ્થાન ને જોડતા અનેક રસ્તાઓ છે કે જ્યાંથી આસાનીથી દારૂની હેરફેર થઈ શકે છે. પણ બોર્ડર ચેક પોસ્ટ 2 કે 3 જ જગ્યા પર જ હોવનું માલૂમ પડ્યું છે. આ અગાઉ પણ મેઘરજ વિસ્તારમાં દારૂને લઈને એક અધિકારીનો ઓડિઓ વાયરલ થયો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો પાકિસ્તાની યુવક ઝડપાયો
પોલીસ - Humdekhengenews અલબત્ત મુખ્ય વાત એ છે કે પોલીસ ખાતામાં વચેટિયાઓની સૌથી વધારે બોલબાલા છે અને કેટલાક વચેટિયાઓ તો આખો દિવસ પોલીસ મથકમાં જ નઠોરની જેમ પડી રહેલા જોવા મળે છે. ત્યારે લાંચ રિશ્વત બ્યુરોએ જાહેર કરેલી યાદીમાં પણ સૌથી વધુ કેસ વચેટિયાઓ પર નોંધાયા હતા.

Back to top button