ટોપ ન્યૂઝધર્મ

આજનું રાશિફળ: મેષ રાશિના જાતકોએ લક્ષ્મીજીની ઉપાસના કરવી, કન્યા રાશિના જાતકો સાહસ ભર્યું કામ કરી શકશે

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૧૩ જૂન ૨૦૨૨, વાર :- સોમવાર

તિથિ :- જેઠ સુદ ચૌદસ

રાશી :- વૃશ્ચિક

નક્ષત્ર :- અનુરાધા

યોગ :- સિદ્ધ

કરણ :- સવારે ૧૦:૪૭:૦૧ સુધી ગરજ, ત્યારબાદ વણીજ

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- આજે થોડું સાવધાની પૂર્વક કામ કરવું. પડવું વાગવું થઈ શકે છે. તમારી માતા સાથે મતભેદ થઈ શકે છે. છતાં તમને એમના આરોગ્યની ચિંતા રહે. કોઈ પણ નિર્ણય જાણકાર વ્યકિતની સલાહ લઈને લેવા. માં લક્ષ્મી ની ઉપાસના લાભકારી રહેશે. 

વૃષભ :- તમારા કામ અંગે ના સમર્પણનું સારું ફળ મળે. તમારી મેહનત ફળે. તમારા મિત્રો તમારા માટે પ્રચાર કરે. વ્યાપારી વર્ગ માટે સારો દિવસ છે. મોટી બીઝનેસ ડીલ થઈ શકે છે. જીવનસાથીનો પૂરો સંગાથ રહે. તેમની જોડે મધુર પળો માણી શકો છો. 

મિથુન :- રોકાયેલ નાણાં ની ઉઘરાણી માટે આજનો દિવસ સારો છે. ધનલાભ થઈ શકે છે. કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ સારો છે. પરિવારમાં થોડો માંદગી નો માહોલ રહે. તમારે પોતાની તબિયત ની કાળજી રાખવી જરૂરી છે.

કર્ક :- અસીમ પ્રેમ અને આનંદની લાગણી મનમાં રહે. તમારી હાજરીથી જ વાતાવરણ માં હકારત્મકતા આવે. આજે કામકાજ માં મન ઓછું લાગે. આજે સિનેમા જોવા જવાનું આયોજન કરી શકો છો. તમે આજે કિચન માં નવી ડીશ બનાવી શકો છો.

સિંહ :- ઘર માટે કોઈ નવી વસ્તુ વસાવી શકો છો. આજે મકાન મિલ્કત સંબંધી ચિંતા રહે. માતા નું સ્વાસ્થ્ય નબળું પડતું જણાય. વિધાર્થીઓ પોતાના શિક્ષણ માટે સજાગ બનશે. વ્યવસાય ક્ષેત્રે લોકપ્રિયતા મેળવી શકશો. પણ સાથે જવાબદારી પણ વધશે.

કન્યા :- આજે સાહસિક પગલું ઉઠાવી શકો છો. તમારા મિત્રો તમને મુશ્કેલી માંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે. તમારા આર્થીક લાભ માટે તમે નાની મુસાફરી કરી શકો છો. વિઝા પાસપોર્ટ સબંધિત કાર્ય આગળ વધે. પાડોશીઓ થી સાચવવું.

તુલા :- જો પ્રમોશન ની વાત ચાલતી હોય તો તમને મળી શકે છે. બેંક બેલેન્સ વધવાના યોગો બની રહ્યા છે. તમારી પ્રગતિ થી તમારા પરિવારજનો ને ગર્વ થાય. તમારી વાણી વર્તન પર ધ્યાન આપવું. નહી તો સારા સબંધો પણ બગડી શકે છે.

વૃશ્ચિક :- તબિયત માં સુધારો જણાય. તમે તમારા પોતાના માટે જાગૃત બનશો. ઇશ્વર પ્રત્યેની આસ્થામાં વધારો થાય. તમે આજે તમારી અંત:સ્ફૂર્ણા નો મહત્તમ ઉપયોગ કરશો. તમારી દૂરંદેશીતા તમને સફળતાં અપાવે.

ધનુ :- તમને તમારી છબી ની ચિંતા વધારે રહે. લોકો શું વિચારશે એવા વિચાર આખો દિવસ રહે. આત્મવિશ્વાસ ડગી ગયો હોય એવું લાગે. જો આજે થોડો સમય કાઢી મેડિટેશન કરશો તો મનને ખુબ શાંતિ મળશે. તમારી સમસ્યાનો ઉકેલ પણ મળશે.

મકર :- આજે એકદંરે લાભકારી દિવસ રહે. તમારા જીવનસાથી તમને કોઈ સરપ્રાઈઝ આપી શકે છે. તમારા સાચવેલા સંબંધો આજે તમને કામ લાગશે. આજે તમે તમારું મન હળવું કરવા માટે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરી શકો છો. 

કુંભ :- તમારા ઉપરી અધિકારીઓ નો તમારા ઉપર વિશ્વાસ વધે. આજે તમને કોઈ મોટી જવાબદરી આપી શકે છે. તમારા બૉસ જોડે હોંશિયારી પૂર્વક કામ લેવું તમારા માટે લાભકારી છે. નોકરી માટે ની અરજીનું સકારાત્મક પરિણામ આવે.

મીન :- આજે તમારા સંતાન સબંધી કોઈ સારા સમાચાર મળશે. મનમાં પ્રેમાળ લાગણી ઉદભવે. પ્રસન્નતા માં વધારો થાય. આજે કોઈ જરૂરિયતમંદ તમારી પાસે મદદ માંગી શકે છે. એમને મદદ કરવાથી તમારા ભાગ્યને બળ મળશે.

Back to top button