લગ્નની કંકોત્રી સાથે પોલીસ કપલે આપ્યો સમાજને ઉપયોગી મેસેજ, તમે વાંચી કે નહીં ?
ભારત સાથે ગુજરાતભરમાં જમાનો ઓનલાઈન થઈ રહ્યો છે ત્યારે ચોરો પણ હવે ઓનલાઈન ચોરી શીખ્યા છે અને ઓનલાઈન ફ્રોડ ના અવાર-નવાર અનેક કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે સાયબર ક્રાઇમ ને અટકાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ જન-જાગૃતિ માટે અનેક અભિયાન અને અલગ-અલગ મધ્યમોથી લોકોને આ બાબતે અવગત કરવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : ધવલસિંહનું એક તરફ ભાજપને સમર્થન બીજી તરફ શામળ પટેલ સામે જ મોરચો ખોલ્યો, જાણો શું છે સમગ્ર ઘટના
અમરેલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા એક પોલીસ કર્મી દ્વારા પોતાની લગ્ન કંકોત્રીમાંમાં સાયબર ફ્રોડ જાગૃતિ અંગેની માહિતી સાથેની 27 પેજ ની કંકોત્રી બનાવી એક અનોખી પહેલ કરી છે. આ કંકોત્રી માં સાયબર ફ્રોડ થી કેવી રીતે બચવું તે અંગે ની અલગ અલગ માહિતી દર્શવાવામાં આવી છે.નયન સાવલિયા વર્ષ 2021 થી સાયબર ક્રાઇમ અમરેલી પોલીસ મથકમાં ફરજ બજાવે છે. ફરજ દરમિયાન તેમણે અનેક લોકોને સાયબર ક્રાઇમ ના ભોગ બનતા લોકોને જોયા છે. તેવામાં તેમના લગ્ન અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ધારા સાથે નક્કી થયા છે. ત્યારે લોકોમાં સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે જાગૃતિ ફેલાય તે માટે તેમણે આ પહેલ નો વિચાર આવ્યો.
આ પણ વાંચો : આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન પર હવે વીજળી સંકટ, આખા પાકિસ્તાનમાં લાઈટ ગૂલ
7 ફેબ્રુઆરી 2023 ના રોજ તેમના લગ્ન થવાના છે ત્યારે તેમણે સાયબર ક્રાઇમ વિષે જાગૃતતા ફેલાય તે હેતુ થી તેમની લગ્ન કંકોત્રી દ્વારા લોકોને જાગૃત કરવા આ વિચારને અમલમાં મૂક્યો અને ડિજિટલ કંકોત્રીની મદદથી 27 પેજમાં સાયબર ક્રાઇમ થી કેવી રીતે બચી શકાય તે અંગે તેમાં અલગ-અલગ ઓનલાઈન ફ્રોડ અંગેની માહિતી મૂકીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું એક સારું કામ આ કંકોત્રીના માધ્યમથી કર્યું છે.