ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં પોલીસે નશીલા પદાર્થનું સેવન કે વેચાણ કરતા લોકો સામે ચેકિંગ હાથ ધર્યું

Text To Speech
  • પોલીસે અલગ અલગ 10 ટીમ બનાવી આ વિસ્તારના તમામ કેફેમાં ચેકિંગ શરૂ કર્યુ
  • પોલીસ વિભાગના કર્મચારીઓને ગાંધીનગર FSL ખાતે તાલીમ અપાઈ
  • ડ્રગ્સનું સેવન કે વેચાણ કરતા કોઈ પકડાશે તો કડક કાર્યવાહી કરાશે

અમદાવાદમાં પોલીસે નશીલા પદાર્થનું સેવન કે વેચાણ કરતા લોકો સામે ચેકિંગ હાથ ધર્યું છે. સિંધુભવન રોડ ખાતે ડ્રગ્સનું વેચાણ કરનારા સામે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. બોડકદેવ વિસ્તારના સિન્ધુભવન રોડ ખાતે પોલીસે ચેકિંગ કરતા ચેકિંગમાં 250 જેટલા પોલિસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા છે. તેમાં ડ્રગ્સનું સેવન કે વેચાણ કરતા કોઈ પકડાશે તો કડક કાર્યવાહી કરાશે.

પોલીસે અલગ અલગ 10 ટીમ બનાવી આ વિસ્તારના તમામ કેફેમાં ચેકિંગ શરૂ કર્યુ

પોલીસે અલગ અલગ 10 ટીમ બનાવી આ વિસ્તારના તમામ કેફેમાં ચેકિંગ શરૂ કર્યુ છે. ત્યારે જો નશીલા પદાર્થનું સેવન કે વેચાણ કરતા જો કોઈ પકાડશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી શહેરના સિંધુભવન રોડ પર ડ્રગ્સનું સેવન અને વેચાણ કરવાનું પ્રમાણ વધ્યું હોવાથી પોલીસે આ ચેકિંગ શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેટલાક યુવાનો ડ્રગ્સનું સેવન કરતા સિંધુ ભવન રોડ અને અન્ય વિસ્તારમાંથી ઝડપાયા છે.

પોલીસ વિભાગના કર્મચારીઓને ગાંધીનગર FSL ખાતે તાલીમ અપાઈ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડત માટે પોલીસકર્મીઓને તાલીમ અપાઈ છે. જેમાં ગાંધીનગર FSL ખાતે પોલીસકર્મીઓને તાલીમ અપાઈ છે. તેમાં ડ્રગ્સ ઓળખ, સેમ્પલિંગ અંગે માહિતગાર કરાયા છે. તેમજ ફેક્ટરીઓ પર દરોડાના જોખમને લઈ ટ્રેનિંગ અપાઈ છે તથા ડ્રગ્સ સામેની લડતમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ગાંધીનગર FSL ખાતે તાલીમ અપાઈ રહી છે.

Back to top button