ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

પોલીસ જ ચોરના જન્મદિવસ પર કેક લઈને પહોંચી, પછી થયુ જોવા જેવું, જૂઓ વાયરલ વીડિયો

Text To Speech
  • પોલીસ ચોરના ઘરે બર્થડે કેક લઈને પહોંચી, ચોરના જન્મદિવસની કેક કાપી અને પછી તે જ ચોરની કરી ધરપકડ, જાણો કેમ પોલીસે આવું કર્યું

બ્રાઝિલ, 31 ડિસેમ્બર: ઘણા દેશોમાં ગુનેગારોની અટકાયત માટે અલગ-અલગ નિયમો હોય છે. જ્યારે ગુનેગાર સગીર હોય છે તો લગભગ દરેક દેશમાં સગીરોને કોઈપણ ગુના માટે જેલમાં મોકલી શકાતા નથી. આવી સ્થિતિમાં પોલીસ ઘણી મુશ્કેલીમાં મુકાઈ જાય છે કારણ કે ઘણી વખત એવું બને છે કે સૌથી ગંભીર ગુના સગીરો દ્વારા કરવામાં આવે છે. પરંતુ કાયદાની સામે પોલીસ સગીર ગુનેગારને પકડી શકતી નથી. ત્યારે આવો જ એક કિસ્સો બ્રાઝિલમાં બને છે, બ્રાઝિલ પોલીસ એક ચોરને પકડવાની ઘણી રાહ જોવે છે અને અંતે પોલીસ ચોરના જન્મદિવસ પર જ કેક લઈને પહોંચી જાય છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું થાય છે આગળ…

બ્રાઝિલ પોલીસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

 

વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ એક છોકરાના જન્મદિવસની ઉજવણી કરી રહી છે. છોકરો પહેલા કેક કાપે છે અને પછી ઠંડુ પીણું પીવે છે. તે જ સમયે, જ્યારે તે કેક કાપે છે ત્યારે નજીકમાં ઉભેલા તમામ પોલીસકર્મીઓ તાળીઓ પાડી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે આ પોલીસકર્મીઓ આ છોકરાનો જન્મદિવસ કેમ ઉજવી રહ્યા છે. તો ચાલો તમને જવાબ આપીએ.

છોકરાના 18મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

છોકરાની આસપાસ ઉભી રહેલ પોલીસ બ્રાઝિલની પોલીસ છે. છોકરાનો 18મો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. હવે તેનો પોલીસ સાથેનો સંબંધ એવો છે કે છોકરો ચોર છે અને હજુ સુધી પોલીસ તેને જેલમાં પુરી શકી ન હતી કારણ કે તે છોકરો હજુ સગીર હતો પણ પોલીસને જેવી ખબર પડી કે આજે તેનો 18મો જન્મદિવસ છે. તેથી તેઓ કેક લઈને છોકરાના ઘરે પહોંચ્યા અને ખુશીમાં તેઓએ એક નાનકડી પાર્ટીનું પણ આયોજન કર્યું. આ પછી પોલીસકર્મીઓએ છોકરાનો 18મા જન્મદિવસે તેની સાથે ઉજવ્યો. પછી તે સગીર ચોરને પકડીને જેલમાં લઈ જવામાં આવ્યો.

આ પણ વાંચો: IIT-BHU રેપ કેસમાં બે મહિના બાદ પોલીસને મળી સફળતા, ત્રણની ધરપકડ

Back to top button