લગ્નની કંકોત્રીમાં આ ખાસ મેસેજ લખતાં ચારેબાજુ ચર્ચા, પોલીસ પણ કરવા લાગી પ્રશંસા
ગયા (બિહાર), 22 ફેબ્રુઆરી: આપણે ઘણીવાર જોયું હશે કે, લગ્નમાં મોજમસ્તી માટે હવામાં ફાયરિંગ કરવામાં આવે છે, પરંતુ તેના કારણે લગ્નનું વાતાવરણ શોકમાં ફેરવાઈ જાય છે. હવામાં ગોળીબારના કારણે થયેલા મૃત્યુ અને મતદાન અંગે જાગૃતિ લાવવા માટે લગ્નનની કંકોત્રી પર એક અનોખો મેસેજ લખવામાં આવ્યો છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કંકોત્રીમાં લોકસભા ચૂંટણી 2024માં મતદાન કરવા અને ગોળીબારને લઈને કંકોત્રીના કવર પર સકારાત્મક સંદેશો લખાયો છે. બિહારના ગયા જિલ્લામાં અશોક કુમાર ગિરીના નાના ભાઈના લગ્નના કાર્ડમાં અનોખો સંદેશ છપાયા બાદ જિલ્લામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
લગ્નનની કંકોત્રીમાં શું લખવામાં આવ્યું?
ગયાના રહેવાસી વિકાસ અને કરિશ્માની લગ્નની કંકોત્રીના ફ્રન્ટ કવરમાં લખવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણી 2024માં રાષ્ટ્ર હિતમાં મતદાન કરો. તેમજ આગળ લખાયું કે, લગ્ન સમારોહમાં હથિયાર ન લઈને આવો, ન તો હર્ષ ફાયરિંગ કરો. હાલમાં આ કંકોત્રી ચર્ચાનો વિષય બની છે.
લગ્નના કાર્ડ પર લખવાનું કારણ આપવામાં આવ્યું
અશોક કુમાર ગિરીએ જણાવ્યું હતું કે લગ્ન સમારોહ એ ખુશીનું વાતાવરણ છે જે પરિવાર અને સંબંધીઓ બધા સામેલ હોય છે. જ્યારે ખુશીનું વાતાવરણ હોય ત્યારે આનંદપૂર્વક ફાયરિંગ કરવું ખોટું છે. રોજેરોજ અચાનક ફાયરિંગની ઘટનાઓને કારણે ખુશીઓના માહોલમાં માતમ છવાઈ જાય છે. આ સાથે જ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા માટે લગ્નના કાર્ડ પર મેસેજ પ્રિન્ટ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ડીએમએ વેડિંગ કાર્ડ પરના જાગૃતિ સંદેશની પ્રશંસા કરી
ગયાના ડીએમ ડૉ. ત્યાગ રાજન એસએમએ વેડિંગ કાર્ડની પ્રશંસા કરી અને કહ્યું કે લોકશાહીનો એક મહાન તહેવાર થવા જઈ રહ્યો છે. લગ્ન સમારોહના આમંત્રણ કાર્ડમાં મતદાર જાગૃતિના સંદેશ અંગે તેમણે કહ્યું કે આ એક સારી પહેલ છે. આવી રીતે વધુ લોકોએ આગળ આવવું જોઈએ. જો કોઈ તેમના કાર્યમાં મતદાન અથવા ચૂંટણી સંબંધિત સંદેશો છાપવા માંગતા હોય તો તેઓ જિલ્લા ચૂંટણી શાખાનો સંપર્ક કરી શકે છે. આ સંદર્ભે શક્ય તેટલા વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ મતદાર ઝુંબેશ, કાર્યક્રમો, સ્વીપ કાર્યક્રમો જિલ્લા કક્ષાએ વધુ મતદાન ધરાવતા વિસ્તારોમાં ચલાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: VIDEO: લગ્નમાં મધમાખીઓ મહેમાનો પર ત્રાટકી, 3ની હાલત ગંભીર બનતા ICUમાં દાખલ