ઝકરબર્ગના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો : સરકારના કડક વલણ બાદ Metaએ માફી માંગી
નવી દિલ્હી, 15 જાન્યુઆરી : Meta એ આખરે માર્ક ઝકરબર્ગની ભારતને લઈને કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. આઈટી અને કોમ્યુનિકેશન અફેર્સ પરની સંસદીય સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે સંસદીય સમિતિ માર્ક ઝકરબર્ગની ટિપ્પણીઓ માટે Metaને બોલાવશે.
નિશિકાંત દુબેએ X પર પોસ્ટ કરીને લખ્યું, ‘ભારતીય સંસદ અને સરકારને 140 કરોડ લોકોના આશીર્વાદ અને જનતાનો વિશ્વાસ છે. Meta ઈન્ડિયાના અધિકારીએ આખરે પોતાની ભૂલો માટે માફી માંગી છે.
Metaએ માફી માંગી
તેમણે લખ્યું, ‘આ ભારતના સામાન્ય નાગરિકોની જીત છે, વડાપ્રધાન મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીને લોકોએ વિશ્વને દેશના સૌથી મજબૂત નેતૃત્વનો પરિચય કરાવ્યો છે. હવે આ મુદ્દે અમારી કમિટીની જવાબદારી સમાપ્ત થાય છે, અન્ય મુદ્દાઓ પર અમે ભવિષ્યમાં આ સોશિયલ પ્લેટફોર્મને બોલાવીશું, ક્ષમા એ વ્યક્તિના કારણે છે કે જેની પાસે ક્રોધ છે.
શું છે મામલો?
ફેસબુકના સ્થાપક અને Meta સીઈઓ માર્ક ઝકરબર્ગે જો રોગનના પોડકાસ્ટમાં ભારત વિશે ખોટી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સહિત કોવિડ-19 પછી યોજાયેલી ચૂંટણીમાં વિશ્વભરની ઘણી સરકારો હારી છે. માર્કે કહ્યું હતું કે સરકારોની હાર દર્શાવે છે કે કોવિડ મહામારી પછી લોકોનો વિશ્વાસ ઘટ્યો છે.
માર્ક ઝકરબર્ગનો આ દાવો ખોટો છે. 2024માં ભારતમાં યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ફરી જીત્યું છે. માર્કના આ નિવેદન બાદ ઘણા મંત્રીઓએ તેમની ટીકા કરી હતી. આઈટી અને કોમ્યુનિકેશન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે પણ સોશિયલ મીડિયા પર તેમને જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો :- રાજકોટમાં India Women’s ટીમે રચ્યો ઇતિહાસ : વનડેમાં ખડકયા 435 રન