IPL ઓક્શનમાં જેને કોઈ ખરીદવા રાજી ન હતું તે ખેલાડીએ લગાવી સદીની હેટ્રીક, જૂઓ કોણ છે
મુંબઈ, 31 ડિસેમ્બર : વિજય હજારે ટ્રોફીમાં એક ભારતીય ખેલાડી ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો છે. આ ખેલાડી છેલ્લા 3 વર્ષથી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ત્યારે IPL 2025 ની મેગા હરાજી દરમિયાન પણ, કોઈ ટીમે આ ખેલાડી પર દાવ લગાવ્યો ન હતો. પરંતુ આ ખેલાડીનું બેટ વિજય હજારે ટ્રોફીમાં અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. આ ખેલાડીએ હવે ત્રણ મેચમાં સતત 3 સદી ફટકારીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
ભારતીય ખેલાડીએ સદીની હેટ્રિક ફટકારી
વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક ક્રિકેટ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલના બેટમાં આગ ઉગલી રહ્યું છે. મયંક અગ્રવાલે ટૂર્નામેન્ટના ગ્રુપ Cની રાઉન્ડ 5 મેચમાં રેકોર્ડ બ્રેક ઇનિંગ રમી હતી. હૈદરાબાદ સામેની આ મેચમાં તેણે 104 બોલમાં 124 રન બનાવ્યા હતા. આ દરમિયાન મયંકે 15 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 111 હતો.
આ મેચમાં મયંકે શરૂઆતમાં થોડી સાવધાની સાથે બેટિંગ કરી અને પછી ઝડપી ગતિએ રન બનાવ્યા હતા. તેની ઇનિંગના કારણે આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કર્ણાટકની ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 320 રન બનાવ્યા હતા.
ખાસ વાત એ છે કે આ ટૂર્નામેન્ટમાં મયંક અગ્રવાલની આ સતત ત્રીજી સદી હતી. આ પહેલા તેણે અરુણાચલ પ્રદેશ અને પંજાબ સામે પણ સદીની ઇનિંગ્સ રમી હતી. તેણે અરુણાચલ પ્રદેશ સામે 45 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા.
પંજાબ સામે રમાયેલી મેચમાં તેણે 127 બોલમાં 139 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય તેણે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં 47 રનની ઇનિંગ પણ રમી હતી. એટલે કે તે પોતાની ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે.
આઈપીએલ મેગા ઓક્શનમાં ખરીદનાર મળ્યો ન હતો
આ વર્ષે IPL 2025ની મેગા ઓક્શનમાં મયંક અગ્રવાલ વેચાયા વગરનો રહ્યો. જ્યારે, ગત સિઝનમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. પરંતુ તેને માત્ર 4 મેચ રમવાની તક મળી. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદે તેને છોડવાનો નિર્ણય કર્યો. આ વખતે તેણે રૂ.1 કરોડની મૂળ કિંમત સાથે હરાજીમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ કોઈ ટીમે તેના પર દાવ લગાવ્યો ન હતો.
આ પણ વાંચો :- 2025 માટે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ, જૂઓ કોની-કોની સાથે મેચ રમશે