ટ્રેન્ડિંગવર્લ્ડ

ઉડાન ભરતાંની સાથે જ વિમાનનો દરવાજો તૂટ્યો, ઈમરજન્સી લેન્ડિંગ, જૂઓ વીડિયો

Text To Speech
  • અલાસ્કા એરલાઈન્સે ઉડાન ભર્યાના થોડી જ મિનિટોમાં તેનો દરવાજો હવામાં ઉડી ગયો, વિમાનમાં 171 મુસાફરો સવાર હતા, ત્યાર બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

પોર્ટલેન્ડ, 06 જાન્યુઆરી: અલાસ્કા એરલાઇન્સના બોઇંગ 737-9 મેક્સ વિમાને આજે ઉડાન ભરતાંની સાથે જ કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. વિમાને ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં તેનો દરવાજો હવામાં ઉડી ગયો હતો. મુસાફરો દ્વારા લેવામાં આવેલા વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેન્દ્ર-કેબિનનો એક્ઝિટ ડોર વિમાનથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો.

જૂઓ અહીં વીડિયો

 

અલાસ્કા એરલાઈન્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “પોર્ટલેન્ડથી ઓન્ટારિયો, CA (કેલિફોર્નિયા) જવા માટે વિમાને ઉડાન ભરી હતી ત્યારે થોડા સમય બાદ વિમાનના દરવાજો ઉડી જવાની ઘટના બની હતી. આ વિમાનમાં 171 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. જેઓને પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. અમે શું થયું તેની તપાસ કરી રહ્યા છીએ, તેની જાણ થતાં જ તમારી સાથે વિગતો શેર કરીશું.”

 

જે વિમાનનો દરવાજો ઉડાન ભરતાંની થોડી જ મિનિટોમાં ઉડી ગયો તે વિમાનને 1 ઓક્ટોબર, 2023ના રોજ અલાસ્કા એરલાઈન્સને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે 11 નવેમ્બર, 2023થી કોમર્શિયલ સર્વિસમાં તેણે પ્રવેશ કર્યો હતો. Flightradar24 એ જણાવ્યું કે ત્યારથી તેણે અત્યાર સુધી માત્ર 145 વખત ઉડાન ભર્યું છે.

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડના સાંસદે પારંપરિક નૃત્ય કરીને ભાષણ આપતાં સંસદ હચમચી ગયું, જુઓ વિડીયો

Back to top button