ગુજરાત : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી


- જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે
- દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે
- ક્યાંક વાદળવાયું અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા
ગુજરાત માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી છે. કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે, ત્યારે 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે
આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યાનુસાર, રાજ્યમાં આગામી 15મી માર્ચથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. રાજ્યમાં આગામી 15મી માર્ચથી ગરમીમાં આંશિત ઘટાડો થશે. કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી જેટલું રહેશે. લગભગ મધ્ય-ઉત્તર ગુજરાતના ભાગમાં 34થી 36 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
ક્યાંક વાદળવાયું અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા
એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં 13થી 14 માર્ચમાં આવી રહેલા પશ્ચિમી વિક્ષેપોના કારણે હોળીના દિવસોમાં ક્યાંક વાદળવાયું અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 20મી માર્ચ સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતાં ક્યાંક હળવો વરસાદ પણ પડી શકે છે.
આ પણ વાંચો: જામનગર : શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો