અકસ્માત બાદ પણ ભાનમાં હતા કોરોમંડલ ટ્રેનના પાયલટ, જાણો અન્ય કર્મચારીઓની શું છે હાલત

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનામાં સામેલ માલગાડીના એન્જિન ચાલક અને ગાર્ડ આ ભયંકર અકસ્માતમાં માંડ માંડ બચ્યા છે. તેઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત થયેલી કોરોમંડલ એક્સપ્રેસના લોકો પાયલટ, સહાયક લોકો પાયલટ અને ગાર્ડ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતનો ભોગ બનેલા કોરોમંડલ એક્સપ્રેસના લોકો પાયલટ જીએન મોહંતી અને સહાયક પાયલટ હજારી બેહેરા હતા. બંને ગંભીર રીતે ઘાયલ છે અને બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કોરોમંડલ એક્સપ્રેસનો પાયલટ દુર્ઘટના બાદ હોશમાં
ઓડિશામાં ભયાનક ટ્રેન દુર્ઘટના અને તેમાં 275 લોકોના મોતથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. અકસ્માત બાદ હવે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. રેલ્વે ઓપરેશન્સ અને ટ્રેડ ડેવલપમેન્ટ બોર્ડના સભ્ય જયા વર્મા સિન્હાએ રવિવારે જણાવ્યું હતું કે કોરોમંડલ એક્સપ્રેસનો પાયલટ દુર્ઘટના બાદ થોડા સમય માટે હોશમાં હતો અને તેણે કહ્યું કે તેને ગ્રીન સિગ્નલ મળી ગયું છે.જયા વર્માએ જણાવ્યું કે તેણે લોકો પાયલોટ સાથે પણ વાત કરી હતી અને લોકો પાયલોટે પણ તેને ગ્રીન સિગ્નલ મળવા વિશે જણાવ્યું હતું. જો કે, બાદમાં પાયલટની તબિયત બગડી હતી અને તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.
માલગાડીના ગાર્ડે જીવ બચાવ્યો
અકસ્માતનો ભોગ બનેલા કોરોમંડસ એક્સપ્રેસના પાયલટ જીએન મોહંતી અને સહાયક પાયલટ હજારી બેહેરા હતા. બંને ગંભીર રીતે ઘાયલ છે અને બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ, કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયેલી માલગાડીનો ગાર્ડ ભાગ્યશાળી બચી ગયો હતો. વાસ્તવમાં, કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇનમાં ઉભેલી માલગાડીની પાછળથી ટકરાઈ હતી.સામાન્ય રીતે માલસામાન ટ્રેનના છેલ્લા ડબ્બામાં ગાર્ડ હાજર હોય છે, પરંતુ માલગાડી લૂપલાઈનમાં હોવાથી ડ્રાઈવર કે ગાર્ડ બેમાંથી કોઈ ટ્રેનમાં હાજર નહોતા. જેના કારણે જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ ટકરાઈ ત્યારે લોકો પાઈલટ અને ગુડ્સ ટ્રેનના તેના ગાર્ડનો જીવ બચી ગયો હતો.
સિગ્નલ નિષ્ફળતા અકસ્માતનું કારણ બન્યું
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવી રહ્યું છે કે કોરોમંડલ એક્સપ્રેસના પાયલટની ભૂલ નહોતી, પરંતુ સિગ્નલમાં ખામીને કારણે આ દુર્ઘટના બની હતી. ખોટા સિગ્નલને કારણે કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઈનમાં ગઈ અને ત્યાં ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ. અથડામણ બાદ કોરોમંડલ એક્સપ્રેસની કેટલીક બોગી ડાઉન લાઇન પરથી પસાર થતી બેંગલુરુ એક્સપ્રેસ સાથે અથડાઈ હતી.બેંગ્લોર એક્સપ્રેસના ટીટીએ કહ્યું કે તેને થોડો જોરદાર આંચકો લાગ્યો પરંતુ તે શું હતું તે સમજી શક્યા નહીં. બેંગલુરુ એક્સપ્રેસના એ-1 કોચની પાછળના બે જનરલ કોચ અને ગાર્ડના કોચને અકસ્માત નડ્યો અને પાટા પરથી ઉતરી ગયો.
આ પણ વાંચો : ચલો સ્કૂલ ચલે હમ ! નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ, ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરી ધમધમી ઊઠી