ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 16 ડિસેમ્બર: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને ધમકી આપનાર વ્યક્તિને મુંબઈ પોલીસે શોધી કાઢ્યો છે. આ વ્યક્તિએ રતન ટાટાને ધમકીભર્યો ફોન કર્યો હતો. શખ્સે કોલ કરીને કહ્યું કે, રતન ટાટાની સુરક્ષા વધારી દો નહીંતર તેમની પણ હાલત સાયરસ મિસ્ત્રી જેવી થશે. આ કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગઈ હતી. જો કે, તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, બેનામી કોલ કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે.

શખ્સ માનસિક રોગથી પીડિત

પોલીસે જણાવ્યું કે ફોન કરનારનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તે પુણેનો રહેવાસી છે. જેમ-જેમ મુંબઈ પોલીસ પુણેમાં તેના ઘરે પહોંચી ત્યારે માલૂમ પડ્યું કે ફોન કરનાર છેલ્લા પાંચ દિવસથી ગુમ હતો અને તેની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ફોન કરનારના પરિવારની પૂછપરછ કર્યા બાદ અધિકારીઓને જાણવા મળ્યું કે તે સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે અને તેણે કોઈને કહ્યા વિના ઘરેથી ફોન ઉપાડી લીધો હતો. એ જ ફોનથી તેણે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર ફોન કર્યો અને રતન ટાટાને મારી નાખવાની ધમકી આપી.

અગાઉ અંબાણીને ધમકી મળી હતી

થોડા મહિના પહેલા રિલાયન્સ કંપનીના ચેરમેનને પણ ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેના બદલામાં મેઈલરે 20 કરોડની ખંડણી માંગી હતી. જો કે, આ કેસમાં અધિકારીના જણાવ્યા અનુસાર, શખ્સે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરીને રતન ટાટાને ધમકી આપી હતી. અધિકારીએ કહ્યું કે ફોન કરનાર સ્કિઝોફ્રેનિયાથી પીડિત હોવાથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો: મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ મોકલનાર બીજો આરોપી ઝડપાયો

Back to top button