

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની શનિવારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ‘રક્તદાન અમૃત મહોત્સવ’નું આયોજન કર્યું છે જે એક પખવાડિયા સુધી ચાલશે. પણ શનિવારે એક જ દિવસમાં એક લાખથી વધારે લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું, જે આ પ્રકારનો એક વિશ્વ વિક્રમ બન્યો છે. જેના અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું છે.
આ અગાઉનો વિશ્વ વિક્રમ 87,059 રક્તદાતાઓનો હતો, જે 2014ની 6 સપ્ટેમ્બરે ભારતમાં જ નોંધાયો હતો. એ રક્તદાન ઝુંબેશનું આયોજન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે કર્યું હતું. તે ઝુંબેશ ભારતના 300 શહેરોમાં 556 રક્તદાન શિબિરોમાં હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : પીએમ મોદીના બર્થ ડે પર અમદાવાદ ઝોન-7 ડીસીપી ભગીરથસિંહ જાડેજાના નેતૃત્વમાં સફળ રક્તદાન કેમ્પનું આયોજન
ડૉ. માંડવિયાએ ટ્વીટ મારફત લોકોને જણાવ્યું છે કે રક્તદાન એક ઉમદા સેવાકાર્ય છે, જે સેવા અને સહયોગની આપણી સમૃૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનો એક હિસ્સો છે. રક્તદાન કરનારાઓ રાષ્ટ્રીય સ્તરે રક્તની જરૂરિયાત પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય એટલું જ નહીં, પરંતુ સમાજ અને માનવતા પ્રતિ મોટી સેવા પણ બજાવે છે.
नया विश्व कीर्तिमान!
आज मुझे बताते हुए हर्ष है की प्रधानमंत्री @NarendraModi जी के जन्मदिन पर #RaktdaanAmritMahotsav के तहत 87 हज़ार से अधिक लोगो ने अब तक स्वेच्छा से रक्तदान किया है, जो की एक नया विश्व कीर्तिमान है।
अपने प्रिय प्रधानसेवक को देश की तरफ से यह एक अमूल्य भेंट है। pic.twitter.com/Fp2PPlqhKK
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 17, 2022
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં શરૂ કરાયેલી શિબિરમાં જઈને રક્તદાન કર્યું હતું. એમણે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ રક્તદાન કરવા માટે ‘આરોગ્ય સેતુ’ એપ અથવા ‘ઈ-રક્તકોષ’ પોર્ટલ પર પોતાનું નામ નોંધાવે. આ ‘રક્તદાન અમૃત મહોત્સવ’ 1 ઓક્ટોબર સુધી ચાલશે, જે ‘રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, કાયદાપ્રધાન કિરન રીજીજુ સહિતના અનેક કેન્દ્રીય પ્રધાનો તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પણ ગઈ કાલે રક્તદાન કર્યું હતું.
દેશમાં પ્રતિ 2 સેકન્ડે એક દર્દીને લોહીની જરૂર પડે છે જ્યારે 2021ના આંકડાઓ પ્રમાણે દર વર્ષે 1.5 કરોડ યુનિટ લોહીની જરૂર પડે છે. બ્લડ ડોનેશન અભિયાન દેશભરમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓને લોહી પૂરૂ પાડશે.