ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત: મનપાની બેદરકારીએ જનતા ખખડી ગયેલી સિટી બસોમાં મુસાફરી કરવા મજબૂર

Text To Speech

સુરત મહાનગર પાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા દોડાવામાં આવતી BRTS બસની અપુરતી સુવિધાને કારણે સુરતના લોકો પરેશાન થઈ રહ્યા છે. સુરતમાં પહેલાતો BRTS બસો ઘણી ઓછી છે અને જે છે એ પણ ભંગાર અને ખખડી ગયેલી હાલતમાં છે. જેમાં બસની અંદર ચાલતા એસી માંથી પાણી પડી રહ્યું છે. તેમજ બસનો દરવાજો પણ વસાતો નથી ત્યારે આવી બસોમાં વિદ્યાર્થી અને નોકરીયાત વર્ગ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

અરજી આપવા છત્તા કામગીરી નહીં

સુરતના સરથાણા થી ONGC ના રુટ પરથી સવારના સમયે વિદ્યાર્થી સહિત નોકરી ધંધા અર્થે જતા લોકોની અવર જવર વધુ રહેતી હોય છે તેમજ સુરત સીટીમાં ટ્રાફિકની પણ મોટી સમસ્યા છે.જેના કારણે BRTS ના રુટ વધારવા માટે અરજી આપવામાં આવી હતી. તેમ છત્તા પણ મનપા દ્વારા આ અંગે કોઈ કામગીરી કરવામા નહીં આવતા લોકો અગવળતાનો સામનો કરી રહ્યા છે.

SURTA- HUM DEKHNEGE
બસમાં ચડવા લોકોની ભારે પડાપડી થતી હોય છે

લોકોની બસમાં ચડવા પડાપડી

સુરતની આ સિટી બસો ઘણી ઓછી અને નોકરી ધંધે અને કોલેજ જતા વિદ્યાર્થીની સંખ્યા વધુ ત્યારે આ બસોમાં ચડવા સવારના સમયે લોકોની પડાપડી થતી હોય છે. તેમજ આ બસોની સ્થિતી પણ સાવ ખખડી ગયેલી હાલતમાં છે.સ જેમાં એસી માંથી સતત પાણી પડી રહ્યુ છે તેમજ વરસાદ પડતા વરસાદના પાણી પણ બસમાં વરસી રહ્યા છે. તેમજ આ બસોના દરવાજા સુધ્ધાના કોઈ ઠેકાણા નથી ત્યારે આવી બસોમાંથી કોઈ ચાલુ પડી જાય તો જવાબદાર કોણ?

સ્માર્ટ સિટીમાં સિટી બસની દુવિધા

સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં આવી અપુરતી સુવિધાને કારણે લોકોને અગવળતાનો સામનો કરવો પડે છે તેમજ ચુંટણી વખતે હાથ જોડીને વોટ લેનારા કામ કરવાની વાત આવે ત્યારે સંતાકૂકડી રમતા હોય છે.

આ પણ વાંચો: સુરત : 24 લાખની હીરાની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો, દેણું ચુકવવા ભાણેજે મામાની ઓફિસમાં ચોરી કરી હતી

Back to top button