એ તોફાન કચ્છવાસીઓ આજે પણ ભૂલ્યા નથી જેણે 10 હજાર જીવ લીધા હતા
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાએ ભયાનક રૂપ ધારણ કર્યું છે, વાવાઝોડું બિપોરજોય જેમ-જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા દરેક લોકો પ્રાર્થના કરી છે કે આ વાવાઝોડું નબળું પડે અને ઓછામાં ઓછું નુકસાન થાય. બિપોરજોય વાવાઝોડું 15 જૂને બપોર સુધીમાં કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના એલર્ટ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદ સુધી તેની અસર જોવા મળશે, પરંતુ તેનું એપીસેન્ટર કચ્છ જ રહેશે. આવી સ્થિતિમાં કચ્છના લોકોમાં 1998માં આવેલા વાવાઝોડાની યાદો તાજી થઈ રહી છે. જ્યારે જૂન મહિનામાં જ આવેલા તોફાને ભયંકર તબાહી મચાવી હતી. બિપોરજોયને પણ 1998ના તોફાનની જેમ જ અત્યંત ખતરનાક માનવામાં આવે છે. જૂન 1998માં આવેલ વાવાઝોડાનું લેન્ડફોલ પણ ગુજરાતમાં થયું હતું. બિપોરજોય પણ ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.
જૂન 1998માં આવ્યું હતું વિનાશક વાવાઝોડુ:
વર્ષ 1998માં આવેલા વાવાઝોડાએ સિંધ-ગુજરાતની બોર્ડરે ટકરાયું હતું. વિનાશક વાવાઝોડું 4 જૂને સર્જાયું હતું અને 8 જૂને લેન્ડફોલ થયું હતું. આ વાવાઝોડામાં 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. એક રિપોર્ટ અનુસાર આ વાવાઝોડાથી દેશભરમાં 10,000 લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ મોતના આંકડા સામે આવ્યા હતા. ગુજરાતમાં 1173 લોકોના મોત થયા હતા. જ્યારે 1500થી વધુ લોકો લાપતા થયા હતા. આ વાવાઝોડાએ એવી તબાહી મચાવી હતી કે આજે પણ કચ્છના લોકો આ વાવાઝોડાને યાદ કરીને ધ્રૂજી ઉઠે છે.
કચ્છના કંડલા બંદરને થયું હતું નુકસાન:
કચ્છના કંડલા બંદરને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ કંડલા પોર્ટને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું છે. હજારો ટ્રકોના પૈડા સંપૂર્ણપણે થંભી ગયા છે અને બધાને દૂરના શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. 25 વર્ષના અંતરાલ પછી, બિપરજોય ફરીથી મોટી તબાહી સર્જે તેવી ધારણા છે, જો કે રાજ્ય સરકારે તોફાનની દિશા બદલવા અને જોખમી બનતાની સાથે જ સંભવિત નુકસાન ઘટાડવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
22 વર્ષ પછી ફરી વાવાઝોડાનો ખતરો:
ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વિનાશકારી વાવાઝોડાના રૂપૢઆ 1983ના વાવાઝોડાનો પણ ઉલ્લેખ થાય છે. જેમા મોટા પાયે નુકશાન થયુ હતુ. આ વાવાઝોડાએ સૌરાષ્ટ્રને પ્રભાવિત કર્યુ હતુ. સૌથી વધુ નુકશાન 1998માંથયુ હતુ. બે વર્ષ પહેલા મે મહિનામાં આવેલ તોઈતે માં સરકારની પુરે પરી તૈયારી ના કારણે એટલું નુકશાન થયુ નહી. 174 લોકોના મોત થયા હતા જ્યારે કે 81 લોકો ગાયબ થયા હતા. એ સમયે મોટાભાગની હવાની ગતિ 185 રહી હતી. 1960થી લઈને અત્યાર સુધી ગુજરાતમાં સાત સમુદ્રી વાવાઝોડાનુ આવી ચુક્યા છે. 1998 ના ખતરનાક વાવાઝોડા પછી તૌકત સાતમુ ચક્રવાત હતુ જેનુ લૈંડ ફોલ ગુજરાત હતુ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ના કારણે 125-135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ દરમિયાન પવનની મહત્તમ ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાતના જામનગર, કચ્છ અને દ્વારકા જિલ્લામાં 15 જૂને 20 સેમીથી વધુ વરસાદની ચેતવણી જારી કરી છે.
આ પણ વાંચો: ચક્રવાત બિપરજોયને લઈને રાજ્યના નાગરિકોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યો ખાસ સંદેશ; જૂઓ શું કરી અપીલ