અમદાવાદના લોકોને હોળીના રંગમાં ભંગ પડ્યો, પિચકારી સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થયો
આ વર્ષે રંગવાલી હોળી 8 માર્ચ 2023ના રોજ રમાશે. રંગવાલી હોળીને ધુળેટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ભાઈચારા અને સમાનતાનું પ્રતિક છે. આ દિવસે ફરિયાદોને બાજુ પર રાખીને, દરેક વ્યક્તિ એકબીજાને રંગો લગાવે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે. હોલિકા દહનના દિવસે, તેની વિધિવત પૂજા કરવામાં આવે છે અને હોલિકાની આસપાસ ત્રણ કે સાત પરિક્રમા કરવામાં આવે છે. હોલિકા દહનનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે. પણ અમદાવાદીઓને હોળી મોંઘી પડશે.
આ પણ વાંચો: બોગસ આધારકાર્ડ બનતા અટકાવવા કેન્દ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
ધૂળેટીના રમકડાંના ભાવમાં 25-35 ટકાનો ભાવ વધારો થયો
હોળીનો તહેવારમાં પિચકારી સહિતના ધૂળેટીના રમકડાંના ભાવમાં 25-35 ટકાનો ભાવ વધારો થયો છે એટલે કે જે વસ્તુ 200માં મળતી હતી તેના માટે 250-270 રૂપિયા ચુકવવા પડશે. જથ્થાબંધ ખરીદી કરતા વેપારીઓને ભાવ વધારે લાગી રહ્યો છે. આ વર્ષે માલની અછત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. બજારમાં ગયેલા લોકોને આંચકો લાગ્યો હતો તે રીતે ધૂળેટી દરમિયાન પણ ભાવ વધારાનો આંચકો લાગશે. આ વખતે હોળીમાં વપરાતા રંગોની સાથે પિચકારી સહિતના ભાવમાં વધારો ઝીંકાયો છે. હોળીના તહેવારને હવે 10 દિવસ કરતા ઓછો સમય બાકી છે ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને બાળકોને આકર્ષતી ધૂળેટીના રમકડાં માર્કેટમાં જોવા મળી રહ્યા છે. પરંતુ તેના ભાવ પૂછનારાઓને આંચકો લાગી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદાને સારો પ્રતિસાદ ના મળતા લેવાશે આ નિર્ણય
હોળીમાં ઉપયોગમાં લેવાતા રમકડાઓ બજારોમાં જોવા મળી રહ્યા છે
હોળીનો તહેવાર નજીક છે ત્યારે પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પિચકારી સહિતના હોળીમાં ઉપયોગમાં લેવાતા રમકડાઓ બજારોમાં જોવા મળી રહ્યા છે. દુકાનોની સાથે ધૂળેટીના સમાનના વેચાણ માટે નાના-મોટા સ્ટોલ પણ ખુલવા લાગ્યા છે. પિચકારીનો ભાવ વધી ગયો છે. સીઝન પ્રમાણે ધંધો કરતા વેપારીઓએ પિચકારીની ખરીદી શરુ કરી દીધી છે. આ પછી રાજ્યભરના નાના વેપારીઓ કે જેઓ વિવિધ વેરાયટીનું વેચાણ કરતા હોય છે તેઓ ખરીદી કરવા માટે અમદાવાદ પહોંચી રહ્યા છે.