અમદાવાદના લોકોને કોરોનાથી પણ વધારે ડર રખડતા કુતરાઓનો સતાવી રહ્યો છે. જેમાં રખડતા કૂતરા લોકો પર હુમલો કરી રહ્યા છે. જેના કારણે AMC દ્વારા
કુતરાઓનું ખસીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: 108ની એર એમ્બ્યુલન્સે 26 મિનિટમાં ભાવનગરથી સુરત પહોંચી દર્દીનો જીવ બચાવ્યો
આ અંગે તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે
છેલ્લા ત્રણ વર્ષમાં 84073 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જેની પાછળ 76,79,1560 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રખડતા કુતરાને કારણે લોકો રાતે બહાર નીકળતા ડરી રહ્યા છે. રાતે જતા હોઈએ ત્યારે કુતરા પાછળ દોડે છે. સ્માર્ટ સીટીનો દાવો કરતું કોર્પોરેશન આ અંગે કોઈ કાર્યવાહી કરે તે જરૂરી છે. જે રીતે લોકો રખડતા કૂતરાઓથી પરેશાન થઈ રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે કે કોર્પોરેશન દ્વારા કારાતી ખસીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. તથા ખસીકરણના જે આંકડા દર્શાવવામાં આવે છે તે આ ખરેખર સાચા છે કે કેમ? જો આ અંગે તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ: ઉત્તરાયણ આવતા પોળના લોકોને થઇ કમાણી, જાણો કઇ રીતે
કુતરાના ખાસીકરણ પાછળ વર્ષે 3 કરોડનો ખર્ચ
અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં રખડતા કુતરાનો ત્રાસ દૂર કરવા માટે વર્ષે મોટા પાયે ખર્ચ ભલે કરતી હોય પરંતુ હકીકત એ છે કે કુતરાનો ત્રાસ દૂર થયો નથી. રસ્તા પરથી પસાર થતી વ્યક્તિ પર અચાનક કુતરા હુમલો કરે છે. એક અંદાજ મુજબ શહેરની 65 લાખની વસ્તી સામે 3 લાખ જેટલા કુતરા છે. કોર્પોરેશન દ્વારા કુતરાના ખાસીકરણ પાછળ વર્ષે 3 કરોડનો ખર્ચ કરે છે.
આ પણ વાંચો: ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને મળશે આ નવી સુવિધા
વર્ષ 2020-2021માં 21502 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું
છેલ્લા વર્ષોમાં ખાસીકરણ કરવામાં આવેલા કુતરાની સંખ્યા અને તેની પાછળ કરવામાં આવેલ ખર્ચ પર એક નજર કરીએ તો વર્ષ 2020-2021માં 21502 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 1,91,02600 રૂપિયાનો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 2021-2022 માં 30360 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 2,77,32730 રૂપિયાનો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 2022-2023માં એટલે ચાલુ વર્ષમાં 32211 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 2,99,56230 રૂપિયાનો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે.