સારવાર માટે આવેલા દર્દીનું ડૉક્ટરના ખોળામાં જ મૃત્યુ! જૂઓ વીડિયો
ઈન્દોર, 19 ઓગસ્ટ, 2024: મધ્યપ્રદેશમાં એક અસામાન્ય ઘટના બની છે. બીમારીથી પીડાઈ રહેલા એક દર્દી સારવાર માટે દવાખાને પહોંચ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેની તપાસ શરૂ કરી હતી અને એ જ ક્ષણે દર્દી ડૉક્ટરના ખોળામાં જ ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો.
મળતા અહેવાલ મુજબ, ડૉક્ટર પાસે સારવાર માટે ગયેલા વ્યક્તિનું અચાનક મૃત્યુ થયું હતું અને એ ક્ષણનો ક્લિનિકનો વીડિયો થઈ રહ્યો છે. ઈન્દોરના ક્લિનિકમાં આવેલા એક યુવકે હેલ્થ ચેકઅપ દરમિયાન જીવ ગુમાવ્યો. આ ઘટનાના સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે ડૉક્ટરની સામેની ખુરશી પર બેઠેલો વ્યક્તિ અચાનક ખુરશી પરથી પડી ગયો અને થોડીવાર પછી તેનું મૃત્યુ થઈ ગયું.
ખાસ કરીને કોવિડ-19 બાદ યુવાન વયે હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ઈન્દોર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે પ્રકાશમાં આવ્યો જ્યારે એક યુવકે ગભરાટ અને પેટમાં ગેસની ફરિયાદ કરી અને તે સારવાર માટે ડૉક્ટરના ક્લિનિકમાં પહોંચ્યો, પરંતુ ડૉક્ટર એ વ્યક્તિનું ચેકઅપ કરી રહ્યા હતા ત્યારે અચાનક યુવક ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો.
મામલો મધ્યપ્રદેશમાં ઈન્દોર જિલ્લાના પરદેશીપુરાનો છે. હાર્ટ એટેકના કારણે મૃત્યુના આરે આવેલા યુવકની ઓળખ ઓટો ડ્રાઈવર તરીકે થઈ છે. મૃતક ઓટો રિક્ષા ચલાવતો હતો અને પોતે ઓટો ચલાવીને ડૉક્ટર પાસે સારવાર માટે ગયો હતો.
View this post on Instagram
અહેવાલ અનુસાર મૃતકની ઉંમર 35-40ની વચ્ચે હશે, તેની પાસે રહેલા આધાર કાર્ડની મદદથી નર્સિંગ હોમમાં તૈનાત ડૉક્ટર તેના પરિવાર સુધી પહોંચ્યા. પરિવારના સભ્યો મૃતકને તાત્કાલિક સીએચએલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તપાસ બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
મૃતક ઓટો ડ્રાઈવરે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. યુવકને ઢળી પડતો જોઈને ડૉક્ટર અને નર્સ બંને ગભરાઈ ગયાં. યુવકનું ઘર શોધી કાઢ્યા બાદ પરિવારને મામલાની જાણ કરવામાં આવી, ત્યારબાદ તેને સીએચએલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ભાગ્યશ્રી નર્સિંગ હોમમાં સારવાર માટે પહોંચેલા મૃતક ઓટો ડ્રાઈવર સોનુના મૃત્યુના સમાચારથી ક્લિનિકમાં નાસભાગ મચી ગઈ હતી. ચેકઅપ કરનાર ડૉ. સુયશ ઠાકુરે જણાવ્યું કે જ્યારે તેઓ ચેકઅપ કરી રહ્યા હતા ત્યારે યુવક ખુરશી પરથી નીચે પડી ગયો હતો. યુવકના ચહેરા પર પાણી છાંટવામાં આવ્યું. CPR પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેને બચાવી શકાયો નહોતો.
આ પણ વાંચોઃ પદ્મ પુરસ્કારથી સન્માનિત દેશના 71 ડોક્ટરોએ પીએમને લખ્યો પત્ર, કરી કડક કાર્યવાહીની માંગ