યુવાનોને શરમાવે તેવો છે વૃદ્ધાનો જુસ્સો, મતદાન કરવા માટે એમ્બ્યુલન્સની લીધી મદદ


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સવારથી લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યાં છે, ત્યારે આણંદના બોરસદ તાલુકામાં એક અનોખુ મતદાન જોવા મળ્યું હતું. બોરસદનાં એક વયોવૃદ્ધ પથારીવશ વૃદ્ધાએ મતદાન કરી લોકશાહીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ વૃદ્ધા બીમાર અને પથારીવશ હોવા છતા એમ્બ્યુલન્સમાં મતદાર કરવા પહોંચ્યાં હતા.
92 વર્ષીય શાંતાબેન રાવે એમ્બ્યુલન્સમાં આવી કર્યુ મતદાન
બોરસદ તાલુકાના પંચાયત બૂથ ખાતે 92 વર્ષીય શાંતાબેન રાવે એમ્બ્યુલન્સમાં આવી મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. પોતે બીમાર હોવા છતા હોસ્પિટલથી એમ્બ્યુલન્સ મારફતે મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું.
ગુજરાતમાં 34 ટકા તો આણંદમાં 37 ટકા જેટલું મતદાન
ઉલ્લેખનીય છે કે બીજા તબક્કાની ચૂંટણીમાં સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારસુધી સમગ્ર ગુજરાતમાં 34.74 ટકા જેટલું મતદાન થયું છે, જ્યારે આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો 37.06 ટકા જેટલું મતદાન થયું છે.