ભાજપ-કોંગ્રેસના 21 નેતાઓ પર પક્ષની લાલઆંખ, રિપોર્ટ આવતા થશે “ઘરભેગા”
ગુજરાત વિધાનસભા ચૂંટણી પત્યા બાદ ભાજપ-કોંગ્રેસના 21 નેતાઓ પર પક્ષની લાલઆંખ થઇ છે. જેમાં રિપોર્ટ આવતા તમામને ઘરભેગા કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સૌરાષ્ટ્રમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે લાલઆંખ કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જામનગર,કેશોદ, જુનાગઢ, મોરબીમાં નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમાં બંને પક્ષના સ્થાનિક નેતાઓ, આગેવાનોએ રિપોર્ટ સોંપ્યો છે.
પક્ષ વિરોધી કામ કરનારાનો મોવડી મંડળને રિપોર્ટ સોંપાયો
ભાજપ-કોંગ્રેસના 21 નેતાઓ પર લટકતી તલવાર જેવી સ્થિતિ છે. જેમાં સૌરાષ્ટ્રમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે લાલઆંખ થઇ છે. તેમાં રાજકોટ, જામનગર, કેશોદ, જુનાગઢ, મોરબીમાં કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પક્ષ વિરોધી કામ કરનારાનો મોવડી મંડળને રિપોર્ટ સોંપાયો છે.
સસ્પેન્શન સહિતના પગલાં લેવામાં આવશે
ઉલ્લેખનીય છે કે બંને પક્ષના સ્થાનિક નેતાઓ, આગેવાનોએ રિપોર્ટ સોંપ્યો છે. જેમાં સસ્પેન્શન સહિતના પગલાં લેવામાં આવશે. તેમાં મોવડી મંડળ પરિણામ બાદ મોટી કાર્યવાહી કરવાના મૂડમાં છે. બીજા તબક્કામાં મધ્ય ગુજરાતની 61 અને ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર ચૂંટણી યોજાઈ ગઇ છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય માટે આ તબક્કો ઘણો મુશ્કેલ છે. બીજા તબક્કામાં જે 93 બેઠકો માટે ચૂંટણી યોજાઈ ગઇ છે તેમાંથી 54 બેઠકો ગ્રામીણ વિસ્તારની છે અને 39 બેઠકો શહેરી વિસ્તારોની છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 93માંથી 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ 39 બેઠકો જીતવામાં સફળ રહી હતી.