આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર થયેલા જીવલેણ હુમલા બાદ પાર્ટીએ રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી છે. સુરત ગણેશ ઉત્સવ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સીમાડા નાકા વિસ્તાર પહોંચ્યા હતા. તે દરમિયાન કેટલાક લોકોએ તેમના પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલો થતા AAP નેતા મનોજ સોરઠિયાને માથા ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, HCએ રિલાયન્સ ગૃપને આપી મોટી રાહત
આમ આદમી પાર્ટીએ આ હુમલો ભાજપના લોકોએ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ હુમલાના પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે. માથા ભાગે લોખંડનો પાઈપ મરાતા મનોજ સોરઠિયાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સુરત શહેરમાં સરથાણા સીમાડા નાકા પર ગણેશ પંડાલની મુલાકાતે ગયેલા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ગંભીર ઈજા થવાને કારણે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી
નોંધનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ પંજાબમાં ભારે બહુમત સાથે જીત નોંધાવ્યા બાદ આપ ગુજરાતમાં પણ ચૂંટણીને લઈને ખૂબ ઉત્સાહિત અને જીતની તૈયારીમાં લાગેલી છે. જેના કારણે સત્તા પક્ષ ભાજપમાં ક્યાંકને ક્યાંક ભયનો માહોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.