કોંગ્રેસના તમામ બેંક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હોવાનો પક્ષનો આક્ષેપ
- ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, બેંક ખાતાંઓ પર થઈ કાર્યવાહી
- અમારી પાસે ન તો પગારના પૈસા છે કે ન બિલની ચૂકવણીના : કોંગ્રેસ નેતા અજય માકન
નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પક્ષને લગતા બેંક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અજય માકને દાવો કર્યો છે કે, તેમનો પક્ષ હાલ ન તો કર્મચારીઓને પગાર ચૂકવવા અને ન તો બિલ ચૂકવવા સક્ષમ છે. માકને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કોંગ્રેસની સાથે સાથે યુથ (યુવા પાંખ) કોંગ્રેસનાં ખાતાં પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે.
#WATCH | Congress Treasurer Ajay Maken says “We got information yesterday that banks are not honouring the cheque we are issuing. On further investigation, we got to know that the Youth Congress bank accounts have been frozen. The accounts of the Congress party have also been… pic.twitter.com/JsZL1FEy9d
— ANI (@ANI) February 16, 2024
અજય માકને કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. દેશને તાળાબંધી(લોકડાઉન) કરી દેવામાં આવ્યો છે. લોકશાહી ફ્રીઝ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના અઠવાડિયા જ બાકી છે, ત્યારે સરકાર આ પગલું ભરીને શું સાબિત કરવા માંગે છે? દેશની મુખ્ય પાર્ટીઓના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે રૂ. 210 કરોડની રિકવરી માંગી છે.”
મામલો આવકવેરા ફાઇલિંગ સાથે સંબંધિત
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, 2018-19ના આવકવેરા ફાઇલિંગના આધારે કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. આ બહુ શરમજનક બાબત છે, લોકશાહીની હત્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા અમારા ખાતાંઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ મેમ્બરશીપ ડ્રાઈવ દ્વારા યુથ કોંગ્રેસ પાસેથી નાણાં એકત્ર કરે છે અને તેને પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
પાર્ટી બેંકમાંથી પૈસા ઉપાડી શકતી નથી
માકને કહ્યું કે, પાર્ટીએ રિટર્ન ફાઈલ કરવામાં મોડું કર્યું. પરંતુ વધુ 45 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આનો અર્થ એ નથી કે, ખાતું જ ફ્રીઝ કરવું જોઈએ. આ કાર્યવાહીથી દરેક વસ્તુને અસર થઈ છે અને તેની પાસે વીજળીના બિલ અને પગાર ચૂકવવાના પૈસા નથી. બેંકમાં પૈસા જમા કરાવી શકતા નથી. બેંકમાંથી પૈસા પણ ઉપાડી શકતા નથી.
ચૂંટણી બોન્ડ અંગેનો નિર્ણય પણ ગઈકાલે જ આવ્યો
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ અંગે મોટો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડની માન્યતાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ માહિતીના અધિકાર(RTI)નું ઉલ્લંઘન કરે છે. તેથી ચૂંટણી બોન્ડ માન્ય ગણી શકાય નહીં. એટલું જ નહીં, કોર્ટે હવે ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે અને SBIને બોન્ડની સંપૂર્ણ વિગતો ચૂંટણી પંચને આપવા આદેશ કર્યો છે.
આ પણ જુઓ: PM મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું, ‘2014 પહેલા માત્ર કૌભાંડો અને હુમલાઓની ચર્ચા થતી’