આજ સવારે હું અને મારી 10 વર્ષની દીકરી સવારે 6:30 વાગે મોર્નિંગ વોકમાં નીકળ્યા બરોબર સવારે 07:00 વાગે મને તળાજા રોડ ઉપર ટોપથ્રી સર્કલ પાસે એક કાકા અને એમની દીકરી મને એક સ્કૂલનું એડ્રેસ પૂછ્યું (તેમની દીકરીનું એકઝામ સેન્ટર હતું તે સ્કૂલનું એડ્રેસ) જે ત્યાંથી અંદાજિત બે કિલોમીટર બાજુના તરસમિયા ગામનું હતું.
આ પણ વાંચો: જોરદાર: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોના પડખે અમદાવાદ શહેર પોલીસ
ભાવનગર બસ સ્ટેન્ડથી ચાલતા આવ્યા
કાકા અને એમની દીકરીનો પહેરવેશ જોઈ અને મને અંદાજો તો આવી ગયો હતો કે તેઓની આર્થિક પરિસ્થિતિ એકદમ સામાન્ય હશે. છતાં પણ મેં એ કાકાને કહ્યું સ્કૂલ અહીંથી થોડું દૂર છે તો તમે રીક્ષા કરી લો તો એ કાકાએ મને જવાબ આપ્યો કે તેઓ ભાવનગર બસ સ્ટેન્ડ (અંદાજિત 6 km દૂરથી)થી અહીં સુધી ચાલતા ચાલતા આવ્યા છે. તો હજી પણ બે કિલોમીટર ચાલવામાં શું વાંધો છે.
આ પણ વાંચો: રાજ્યમાં વધુ એક પરીક્ષા મોકૂફ રખાઈ, ઉમેદવારોમાં આક્રોશ
પિતા અને દીકરીને આંખમાંથી આંસુ આવી ગયા
સવારે બરોબર 8:30 વાગે હું અને મારી દીકરી જ્યારે મોર્નિંગ વોક કરી અને પરત ફરી રહ્યા હતા. ત્યારે એ ગામડાના ભોળા કાકા અને એની દીકરી એ જ ટોપ 3 સર્કલ ઉપર મને મળ્યા મે સહજતાથી તેમને પૂછ્યું કે શું થયું કાકા કેમ પાછા અહીંયા આવ્યા ત્યારે એ બંને પિતા અને દીકરીને આંખમાંથી આંસુ આવી ગયા અને મને રડતા રડતા એવું કહ્યું કે સાહેબ પેપર ફૂટી ગયું છે એટલે પરીક્ષા કેન્સલ થઈ છે.
આ પણ વાંચો: ગુજરાત: માવઠું થતા ખેડૂતોની મુશ્કેલી વધી, તાત્કાલિક સર્વે કરી સહાયની માંગ – અમિત ચાવડા
હજારો લાખો માત-પિતાના સપના તૂટ્યા હશે
હું નીશબ્દ હતો મારી પાસે એ લોકોને સાંતવના આપવા માટે પણ શબ્દ ન હતા છતાં પણ થોડી હિંમત દાખવી એ લોકોને બેસાડી ચા પીવડાવી અને કહ્યું કે ચિંતા ન કરો અને તમે તમારા ગામ પાછા જાઓ. આજે ફરીવાર પેપર લીક થવાને કારણે હજારો લાખો માત-પિતાના સપના તૂટ્યા હશે/ખાસ કરીને જે દૂરના ગામડા માંથી બહેનો પરીક્ષા દેવા આવી હશે કે જેઓની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોય તે બહેનો અને તેના માત પિતાનો આમાં શું વાંક. આપ એ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા છો કે સામાન્ય પ્રજાના દુઃખ દર્દ અને એમનો અવાજ તમે તમારી કલમની તાકાત દ્વારા તંત્ર અને સરકાર સુધી પહોંચાડો છો. આપ અને આપના પત્રકાર મિત્રોને મારી નમ્ર વિનંતી છે તમારી કલમની તાકાત દ્વારા સરકારને જણાવો કે વારંવાર થતી આવી પેપર લીક થવાની ઘટનાઓ ના બને અને સામાન્ય પ્રજા હેરાન ના થાય.