ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Asia Cup : શ્રીલંકાએ સુપર-4 મેચમાં અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવ્યું, અગાઉની હારનો બદલો લીધો

Text To Speech

એશિયા કપ 2022 T20 ટૂર્નામેન્ટમાં આજથી સુપર-4 રાઉન્ડ શરૂ થયો હતો. શારજાહમાં સુપર-4ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકાનો સામનો કરી હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 20મી ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

શ્રીલંકાએ અફઘાનિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું

એશિયા કપ 2022માં સુપર-4ની પ્રથમ મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 19.1 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

હવે શ્રીલંકાનો ભારત અને અફઘાનિસ્તાનનો પાકીસ્તાન સાથે મુકાબલો

આ જીત સાથે શ્રીલંકાએ અફઘાનિસ્તાન સામેની અગાઉની હારનો બદલો પણ લઈ લીધો હતો. ગ્રુપ સ્ટેજમાં બંને ટીમો એક જ ગ્રુપ (ગ્રુપ-બી)માં હતી. ત્યારબાદ અફઘાનિસ્તાને શ્રીલંકાને આસાનીથી આઠ વિકેટે હરાવ્યું હતું. હવે શ્રીલંકાએ સુપર-4માં અફઘાનિસ્તાનને હરાવ્યું છે. હવે 6 સપ્ટેમ્બરે શ્રીલંકાની ટીમ ભારત સામે ટકરાશે. બીજી તરફ 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.

Back to top button