ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં જ્વેલર્સ શોપના માલિકે લોભામણી સ્કીમના બહાને કરોડોની છેતરપિંડી કરી

  • સાંપ્રત સમયમાં ધુતારાઓની કોઈ કમી નથી
  • વેપારીએ ડ્રો સિસ્ટમવાળી લોભામણી સ્કીમ બહાર પાડી હતી
  • રાતોરાત સોની વેપારી દુકાન અને ઘર બંધ કરીને ચાલ્યા ગયા

ગુજરાતના ધ્રાંગધ્રા શહેરમાં જ્વેલર્સ શોપના માલિકે લોભામણી સ્કીમના બહાને કરોડોની છેતરપિંડી કરી છે. જેમાં ડ્રો સિસ્ટમવાળી ટિકિટ બહાર પાડી અનેક શહેરીજનોને શિશામાં ઉતાર્યા હતા. સોની વેપારી સામે ગુનો દાખલ કરવા પોલીસમાં રજૂઆત છે. જેમાં લોકો વિવિધ પેંતરા અજમાવીને લાખો-કરોડો રૂપિયાનું કરી નાખે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 36 કલાકમાં વલસાડ અને નવસારીમાં વરસાદની તોફાની બેટિંગ

સાંપ્રત સમયમાં ધુતારાઓની કોઈ કમી નથી

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં સોનીની દુકાન ધરાવતા વેપારીએ ડ્રો સિસ્ટમવાળી લોભામણી સ્કીમ બહાર પાડી હતી.જેમાં અનેક ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો જોડાયા હતા. ત્યારે આ વેપારી પરિવાર સહિત મસમોટી રકમનું ફુલેકૂ ફેરવી છૂમંતર થઈ જતા અનેક પરિવારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સોની વેપારી સામે ફોજદારી કાર્યવાહી કરવા ભોગ બનનાર બે વ્યક્તિએ પોલીસમાં અરજી પણ કરી છે. સાંપ્રત સમયમાં ધુતારાઓની કોઈ કમી નથી. લોકો વિવિધ પેંતરા અજમાવીને લાખો-કરોડો રૂપિયાનું કરી નાંખે છે. ત્યારે વધુમાં મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં હસુભાઈ જવેલર્સ નામે સોનીની દુકાન આવેલી છે. જેમાં હસુભાઈ સોની, તેમનો પુત્ર બિપીનભાઈ સોની અને પૌત્ર સેતુભાઈ સોની બેસતા હતા. તેઓએ છએક માસ પહેલા લોભામણી ડ્રો સિસ્ટમવાળી સ્કીમ બહાર પાડી હતી. જેમાં અનેક લોકોએ ટિકિટ લીધી હતી. અને દર માસે તેમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો રૂપિયા ભરતા હતા.

રાતોરાત આ સોની વેપારી દુકાન અને ઘર બંધ કરીને ચાલ્યા ગયા

ત્યારે રાતોરાત આ સોની વેપારી દુકાન અને ઘર બંધ કરીને ચાલ્યા ગયા છે. જયારે ધ્રાંગધ્રાની નાની બજારમાં આવેલ આ સોનીની દુકાન પીપલ્સ બેંકમાં મોર્ગેજમાં મુકવામાં આવી હતી. જેના લીધે બેંકે પણ બહાર બોર્ડ મારી દીધું છે. ત્યારે અનેક પરિવારોના લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી આ સોની પરિવાર ફરાર થઈ ગયો છે. જેમાં ધ્રાંગધ્રાની સર્વોદય સોસાયટીમાં રહેતા વિજય રામજીભાઈ પરમાર અને ગુણવંતભાઈ પરમારે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે અરજી કરી સોની વેપારી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ કરી છે. ધ્રાંગધ્રા શહેરમાં સોની વેપારીનું સમગ્ર કરતૂત ટોક ઓફ ધી ટાઉન બની ગયુ છે.

Back to top button