ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મૂળ ખલનાયકે બીજા નેતાને રાજકારણના ખલનાયક કહ્યા, જાણો રાજકીય લડાઈ વિશે

  • જો નરેન્દ્ર મોદી ‘બળજબરીથી’ ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો પ્રયાસ કરશે તો તેમની સરકાર લાંબો સમય ટકશે નહીં: સંજય રાઉત

મહારાષ્ટ્ર, 6 જૂન: મહારાષ્ટ્રના રાજકારણના મૂળ ખલનાયક અને શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે ફડણવીસને મહારાષ્ટ્રના રાજકારણના “ખલનાયક” ગણાવ્યા છે અને તેમના પર ઘણા પરિવારોને બરબાદ કરવા સાથે રાજકીય બદલો લેવાનો પણ આરોપ લગાવ્યો છે. ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઓફર કર્યાના એક દિવસ બાદ સંજય રાઉતનું આ નિવેદન બહાર આવ્યું છે. સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતાં કહ્યું કે, “જો નરેન્દ્ર મોદી ‘બળજબરીથી’ ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો પ્રયાસ કરશે તો તેમની સરકાર લાંબો સમય ટકશે નહીં.”

 

લોકસભા ચૂંટણીમાં મહરાષ્ટ્રમાં ભાજપની લોકસભા બેઠકોની સંખ્યા 2થી ઘટીને 9 થઈ ગયા પછી, દેવેન્દ્ર ફડણવીસે બુધવારે હારની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તેઓ આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી માટે “પૂર્ણ સમય” કામ કરવા માગે છે.”

સંજય રાઉત પોતે મહારાષ્ટ્રના રાજકારણના સાચા ખલનાયક!

હકીકતે મહારાષ્ટ્રના રાજકારણના ખલનાયક સંજય રાઉત પોતે છે. 2019ની વિધાનસભા ચૂંટણીનાં જે પરિણામ હતા તે ભાજપ અને શિવસેનાની તરફેણમાં હતા. મહારાષ્ટ્રમાં ઘણાં વર્ષથી ભાજપ-શિવસેનાનું ગઠબંધન હતું અને એ આધારે જ 2019ની વિધાનસભા ચૂંટણીમાં એ ગઠબંધનને બહુમતી મળી હતી. જેમાં ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠક મળી હતી. આમ 288 બેઠકની વિધાનસભામાં ભાજપ-શિવસેનાની યુતિને 161 બેઠક મળી હતી. તેની સામે એનસીપીને 54, કોંગ્રેસને 44 બેઠક મળી હતી. પરંતુ સંજય રાઉતના કહેવાથી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીપદની માગણી કરી. એ માગણી છેવટે રાજહઠ સુધી પહોંચી અને ખલનાયક સંજય રાઉતના ઈશારે શિવસેનાએ તેની વિચારધારાથી તદ્દન વિરોધી એવા એનસીપી અને કોંગ્રેસની સાથે મળીને સરકાર બનાવી જેમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા.

“રાજકીય વેર માટે ઘણા પરિવારો બરબાદ”

 

સંજય રાઉતે દાવો કર્યો કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નરેન્દ્ર મોદીનો વિકલ્પ શોધી રહ્યો છે.” દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા રાજ્યસભાના સભ્યએ કહ્યું કે, “મહારાષ્ટ્રના રાજકારણમાં જો કોઈ ‘ખલનાયક’ હોય તો તે દેવેન્દ્ર ફડણવીસ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની હારનું કારણ દેવેન્દ્ર ફડણવીસ છે. તેમણે રાજકીય બદલો લેવા માટે અનેક પરિવારો ભંગ કર્યા છે.” રાઉતે એવો પણ આક્ષેપ કર્યો કે, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે RSS એવી સ્થિતિમાં છે કે, તે નિર્ણય લઈ શકે છે અને નરેન્દ્ર મોદીને ઘરે મોકલી શકે છે.

લાકડીના સહારે આગામી સરકાર બનશેઃ સંજય રાઉત

 

સંજય રાઉતે દાવો કર્યો કે, ” PM મોદી પાર્ટીની અંદર વિરોધનો સામનો કરી રહ્યા છે. મારી માહિતી મુજબ, સંઘનું ટોચનું નેતૃત્વ વિકલ્પોની શોધમાં વ્યસ્ત છે.” શિવસેના (યુબીટી)ના નેતાએ વધુમાં કહ્યું કે, “મોદી વડાપ્રધાન નહીં બની શકે કારણ કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં હાર્યા છે. મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી હતી અને ભાજપને બહુમતી મળી નથી. આગામી સરકાર લાકડીના ટેકા પર બનશે.”

રાજ્યમાં કઈ પાર્ટીએ કેટલી બેઠકો જીતી?

 કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP)નું ગઠબંધન એવા મહાવિકાસ અઘાડી (MVA)એ લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 48 સંસદીય બેઠકોમાંથી 30 બેઠકો જીતી હતી. રાજ્યમાં શાસક ગઠબંધન મહાયુતિમાં ભાજપ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની NCPનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં મહાયુતિએ 17 બેઠકો જીતી હતી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારને ગઈ હતી. કોંગ્રેસે 13 બેઠકો, શિવસેના (UBT) 9 અને NCP (શરદચંદ્ર પવાર) 8 બેઠકો જીતી હતી. ભાજપને 9, શિવસેનાને 7 અને NCPને માત્ર 1 સીટ મળી છે. આમ, મહાયુતિની બેઠકોની સંખ્યા 17 થઈ ગઈ.

આ પણ જુઓ: વિશ્વની સૌથી મોંઘી બની 2024ની લોકસભા ચૂંટણી! એક મત પાછળ કેટલો ખર્ચ થયો જાણો છો?

Back to top button